સૌરાષ્ટ્રે પોતાની પ્રથમ ઇનિંગમાં 304 રનનો સ્કોર બનાવ્યો હતો અને બાદમાં ગુજરાતની ટીમ પ્રથમ ઇનિંગમાં 252 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. જેના કારણે સૌરાષ્ટ્રને 52 રનની લીડ મળી હતી. સૌરાષ્ટ્રે બીજી ઇનિંગમાં 274 રનનો સ્કોર બનાવ્યો હતો અને ગુજરાત સમક્ષ જીત માટે 327 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
જેનો પીછો કરતા ગુજરાતની શરૂઆત ખરાબ રહી હતી અને તેણે ફક્ત 63 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ ત્યારબાદ ચિરાગ ગાંધી (96) અને કેપ્ટન પાર્થિવ પટેલે (93)એ છઠ્ઠા વિકેટ માટે 158 રનની ભાગીદારી કરી હતી પરંતુ બંન્ને ટીમને જીત અપાવી શક્યા નહોતા અને ગુજરાતની ટીમ 234 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. સૌરાષ્ટ્ર તરફથી કેપ્ટન જયદેવ ઉનડકટે સાત વિકેટ ઝડપી હતી. તે સિવાય ધર્મેન્દ્ર સિંહ જાડેજા, ચિરાગ જાની અને પ્રેરક માકંડે એક-એક વિકેટ લીધી હતી. આ અગાઉ સૌરાષ્ટ્ર 2012માં મુંબઈ સામેની ફાઇનલમાં એક ઇનિંગ્સ અને 125 રને હાર્યું હતું.