મીડિયા અહેવાલ અનુસાર નીતિશ રાણાની આગેવાનવાળી દિલ્હીની ટીમ મેદાન છોડીને જવા લાગી હતી. કેપ્ટન નીતિશ રાણાએ આરોપ લગાવ્યો કે શુભમન ગિલે અમ્પાયરને ગાળો આપી છે. આ દરમિયાન મેચ રોકી દેવામાં આવી. મેચ રેફરીને આ વિવાદમાં કૂદવું પડ્યું અને કેટલીક ક્ષણો બાદ મેચ ફરીથી શરૂ થઇ. 20 વર્ષના યુવા બેટ્સમેન શુભમનને આખરે પેવેલિનમાં જવું પડ્યું. તે 41 બોલમાં 23 રન બનાવ્યા, જેમા તેને ચાર ચોગ્ગા માર્યા બતા બાદમાં તે સિમરનજીત સિંહનો શિકાર બન્યો.
રણજી ટ્રોફીમાં અમ્પાયરના નિર્ણયથી ટીમ નાખુશ બની હોય તેવું પ્રથમ વખત બન્યું નથી. આ પહેલાના સત્રમાં સૌરાષ્ટ્રના બેટ્સમેન ચેતેશ્વર પૂજારાને પણ મેદાની અમ્પાયરે નોટ આઉટ આપ્યો હતો. જ્યારે રિપ્લેમાં જોવા મળતું હતું કે બોલ સ્પષ્ટ રીતે બેટના કિનારીએ અડીને ફીલ્ડરના હાથમાં ગયો હતો.
વિવાદોના કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની જેમ રણજી ટ્રોફીમાં પણ ડિસિઝન રિવ્યુ સિસ્ટમની માંગણી લાંબા સમયથી થઈ રહી છે. છેલ્લી કેટલીક સિઝનમાં અમ્પાયરોએ ઘણી મોટો ભૂલો કરી છે. જેનું પરિણામ ટીમે ભોગવવું પડ્યું છે.