જોકે હવે અફગાનિસ્તાન ક્રિકેટ બોર્ડે ગુલબદિન નાઈબને હટાવીને રાશિદ ખાનને ત્રણે ફોર્મેટ માટે કેપ્ટન બનાવવામાં આવ્યા છે. જ્યારે અસગર અફગાનને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે. આ જાણકારી આઈસીસીએ ટ્વિટર પર શેર કરી છે. આઈસીસી અનુસાર, ‘રાશિદ ખાનને તમામ ફોર્મેટ માટે અફઘાનિસ્તાનના કેપ્ટન બનાવવામાં આવ્યા છે. અસગર અફઘાન વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે.’
ગુલબદિન નાઈબને વર્લ્ડકપ પહેલા જ ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા હતા. તેના નેતૃત્વમાં અફગાનિસ્તાનની ટીમે ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું. વર્લ્ડકપમાં ટીમ એક પણ મેચ જીતી ન હતી. પોઈન્ટ ટેબલમાં અફઘાનિસ્તાન અંતિમ સ્થાન પર રહી હતી.
Afghanistan's Rashid Khan (R) celebrates with teammates after dismissing lbw Australia's Usman Khawaja for 15 during the 2019 Cricket World Cup group stage match between Afghanistan and Australia at Bristol County Ground in Bristol, southwest England, on June 1, 2019. (Photo by Dibyangshu SARKAR / AFP) / RESTRICTED TO EDITORIAL USE (Photo credit should read DIBYANGSHU SARKAR/AFP/Getty Images)
જ્યારે રાશિદ ખાન પહેલેથી જ અફઘાનિસ્તાન માટે ટી20ની કેપ્ટનશીપ કરી રહ્યા હાત, પરંતુ હવે તેને ટેસ્ટ અને વનડેમાં પણ અફગાનિસ્તાનના કેપ્ટન બનાવવામાં આવ્યા છે. એપ્રિલ 2019માં અફઘાનિસ્તાને વનડે માટે ગુલબદિન નાઈબ અને ટેસ્ટ માટે રહમદ શાહને કેપ્ટન બનાવ્યા હતા.