રવિ શાસ્ત્રીએ ટીમ ઇન્ડિયાના આ ખેલાડીની સચિન સાથે કરી સરખામણી, જાણો વિગતો
શાસ્ત્રીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, કોહલી રમતને લઇને ખૂબ ઝનૂન છે. તેને બેટિંગ કરવી ખૂબ પસંદ છે. તે ખૂબ મહેનત કરે છે. રમત પ્રત્યે તેની લગન અસાધારણ છે. મે આ પ્રકારનો કોઇ ખેલાડી જોયો નથી. તૈયારીઓ અને સ્થિતિઓને ધ્યાનમાં રાખવા મામલે તે સચિન તેડુંલકર જેવો છે. તે જે રીતે યોજના બનાવે છે, સ્થિતિને સમજે છે, તે કોઇ પણ વ્યક્તિમાં સારા ગુણ છે. નોટિંઘમમાં 97 અને 103 રનની શાનદાર ઇનિંગ્સ રમવા છતાં આગામી ટેસ્ટમાં કોહલી શૂન્યથી શરૂઆત કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીના કહેવા પ્રમાણે, કેપ્ટન વિરાટ કોહલીનું ઝનૂન એકદમ અલગ છે. ક્રિકેટને લઇને તેની સમજ ક્રિકેટના મહાનાયક સચિન તેડુંલકર જેવી છે. કોહલીએ ઇગ્લેન્ડ વિરુદ્ધ હાલમાં રમાઇ રહેલી ટેસ્ટ સીરિઝમાં બે સદી ફટકારી છે. તે ત્રણ ટેસ્ટ મેચમાં ત્યાર સુધીમાં 73.33ની સરેરાશથી 440 રન બનાવી ચૂક્યો છે. પાંચ ટેસ્ટની સીરિઝમાં પ્રથમ બે ટેસ્ટમાં હાર મળ્યા બાદ ટીમ ઇન્ડિયાએ ત્રીજી ટેસ્ટમાં વિજય મેળવી શ્રેણી જીવંત રાખી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -