રીષભ પંત વનડે ટીમમાંથી કેમ થયો બહાર? શાસ્ત્રીએ કર્યો ખુલાસો, કહ્યું- અમે તેને આ કામ કરવા મોકલ્યો છે બહાર....
નવી દિલ્હીઃ ભારતીયી ટીમના યુવા વિકેટકીપરે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરીઝમાં દમદાર પ્રદર્શન કરીને સૌનું ધ્યાન ખેંચ્યુ છે. આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ આપતા 350 રન બનાવ્યા છે, આ સાથે સીરીઝમાં બીજા નંબરનો ખેલાડી રહ્યો છે. તેમ છતાં વનડે ટીમમાંથી બહાર કરી દેવાયો છે.
કૉચ શાસ્ત્રીએ કહ્યું કે, અમે પંતને મેચ ફિનિશ કરવાની કલા શીખવાનું ખાસ કામ સોંપ્યુ છે, જે વિશ્વકપ દરમિયાન ભારત માટે ખુબ મહત્વનું છે. શાસ્ત્રીએ વધુમાં કહ્યું કે, અમે તેને એટલા માટે પાછો મોકલ્યો છે કેમકે તે સતત ક્રિકેટ રમી રહ્યો છે.
મને લાગે છે કે, તેને બે અઠવાડિયાના બ્રેકની જરૂર છે અને પછી તે ઇન્ડિયા-એ ટીમ સાથે જોડાઇ જશે. તેને એક ખાસ કામ કરવાનું કહેવાયુ છે જે મેચોને ફિનિશ કરવાની જવાબદારી છે, ત્યારબાદ તે ટીમમાં સામેલ થઇ જશે.
પંતને ઓસ્ટ્રેલિયા સામેની વનડે ટીમમાંથી બહાર કરવા પાછળ ટીમ મેનેજમેન્ટ અને કૉચ પર સવાલ ઉઠ્યા છે. શાસ્ત્રીએ મોટો ખુલાસો કરતાં કહ્યું કે, અમે પંતને મેચ ફિનિશનર બનવા માટે બહાર કર્યો છે.