એક બૉલમાં 6 રન જોઈતા હતા ને છતાં એક બૉલ બાકી હતો ત્યારે ટીમ જીતી ગઈ, જાણો કઈ રીતે?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએટલે કે વીડિયોમાં જોવા મળ્યું હતું કે બોલર દ્વારા 6 વખત બોલ નાખવામાં આવ્યા હતા અને દરેક વખતે આ બોલ વાઇડ જતા ટીમને એકપણ શોટ લગાવ્યા વગર જ 6 રન મળી ગયા હતા. વીડિયોમાં છેલ્લે જુની ડોમ્બીવલી ટીમના સભ્યો બોલર પર ગુસ્સે થતા નજરે ચડે છે.
આ મેચ મુંબઇના આદર્શ ક્રિકેટ ક્લબના ગ્રાઉન્ડ પર દેસાઇ અને જુની ડોમ્બીવલી વચ્ચે રમાઇ હતી. ડોમ્બવલી દ્વારા દેસાઇ ટીમને 76 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. જ્યારે દેસાઇ ટીમને છેલ્લા એક બોલમાં 6 રનની જરૂર હતી, ત્યારે જુની ડોમ્બીવલી ટીમના બોલર દ્વારા 6 વાઇડ બોલ ફેંકી દેસાઇ ટીમને એક પણ શોટ લગાવ્યા વગર જીત અપાવી દીધી હતી.
મુંબઇઃ ક્રિકેટની દુનિયામાં છેલ્લા બૉલે બેટિંગ કરતી ટીમ જીતી હોય એવા ઘણા કિસ્સા છે, તેમાં પણ વિનિંગ સિક્સ લગાવીને જીતી હોય એવો જે કોઇ કિસ્સો યાદ કરવાની વાત આવે તો 1980ના દાયકાનો જાવેદ મિયાંદાદની સિક્સર જ મોઢે ચઢશે.
તાજેતરમાંજ સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેમાં પણ આવો જ કિસ્સો સામે આવ્યો છે. જેમાં છેલ્લા એક બોલમાં 6 રનની જરૂર હતી અને દાવ લેનારી ટીમે 6 રન પણ બનાવી લીધા છતા એક બોલ બાકી રહ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -