રિપોર્ટ મુજબ મુખ્ય કોચે કહ્યું કે, ‘હાલ અમે તેમની ભૂલોને માફ કરી રહ્યા છીએ. તે ત્રિનિદાદમાં પહેલા બોલ પર જે રીતે શોટ રમીને આઉટ થયા હતા જો તેનું પુનરાવર્તન કરશે તો તેમને આ વિશે જણાવવામાં આવશે. કુશળતા હોય કે પછી ન હોય નુકસાન ભોગવવા માટે તૈયાર રહેવું પડશે.’
આ સાથે શાસ્ત્રીએ એમ પણ કહ્યું કે ઋષભ પંતની કુશળતા પર અમને કોઈ શંકા નથી. પરંતુ તેમને શોટ સિલેક્શન અને લાંબી ઇનિંગ રમવા પર ધ્યાન આપવાની જરૂર છે. એક ખેલાડી જ્યારે સતત સારું પ્રદર્શન ન કરે તો ટીમ પર પણ દબાણ વધે છે.
ઉલ્લેખનીય છે કે ઋષભ પંત જ્યારથી ટીમમાં સામેલ થયો છે ત્યારથી તેની સરખામણી એમ.એસ.ધોની સાથે કરવામાં આવી રહી છે. પરંતુ સતત ખરાબ પ્રદર્શનના કારણે હવે ઋષભ ટીકાકારોના નિશાન પર છે.