અમદાવાદઃ દિલ્લીનો એક બિઝનેસમેન સુભાષબ્રીજ પાસે આવેલી સિલ્વર કલાઉડ હોટલમાં પ્રેમિકા સાથે રંગરેલિયાં મનાવી રહ્યો હતો. દિલ્લીમાં તેની પત્નિને જાણ થતાં તે ફ્લાઈટ પકડીને અમદાવાદ આવી હતી અને હોટલ પહોંચી હતી. પતિ પ્રેમિકા સાથે સેક્સ માણતો હતો ત્યારે જ તે પહોંચી જતાં ભારે હંગામો થયો હતો.

ઘટનાની વિગત એવી છે કે, દિલ્હીનો બિઝનેસમેન વડોદરા જવાનું કહીને દિલ્હીથી નિકળ્યો હતો. વડોદરાથી તે પ્રેમિકાને લઈને અમદાવાદ પહોંચ્યો હતો અને હોટલમાં પત્નીના ઈલેકશન કાર્ડ પર રૂમ બૂક કરાવી હતી. રૂમમાં તે પ્રેમિકા સાથે રંગરેલિયાં માનવતો હતો.

બીજી તરફ  દિલ્લીમાં બેઠેલી પત્નીને પતિએ પોતાના નામે રૂમ બૂક કરાવ્યાની જાણ થતાં શંકા ગઈ હતી. પત્ની ફલાઈટમાં અમદાવાદ પહોંચી હતી.  દિવસે  બીજી હોટલમાં રોકાયા બાદ રાત્રે પતિની હોટલના રૂમમાં પહોંચી હતી. તેણે પતિને પ્રેમિકા સાથે રંગરેલીયા મનાવતાં ઝડપીને તમાશો કર્યો હતો.

દિલ્હી ખાતે રહેતી આ યુવતી ચાર્ટડ એકાઉન્ટ કંપનીમાં ઓફીસ મેનેજર તરીકે ફરજ બજાવે છે. લગ્નજીવનથી દંપતીને એક પુત્ર અને એક પુત્રી છે છતાં પતિએ આ ધંધા કરતાં યુવતી બગડી હતી. હોટલના સ્ટાફે પોલીસને જાણ કરતા પોલીસ તમામ લોકોને પોલીસ સ્ટેશ લઈ ગઈ હતી.