પુણે: ભારતીય ટીમના સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિને પૂણેમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે ચાર વિકેટ ઝડપી હતી. તેની સાથે જ અશ્વિને દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટમાં પોતાની 50 વિકેટ પૂરી કરી લીધી હતી.

અશ્વિને દક્ષિણ આફ્રિકા સામે 50 વિકેટ લેનારો ચોથો ભારતીય બોલર બની ગયો છે. અશ્વિને મહેમાન ટીમના કેપ્ટન ફાફ ડૂ પ્લેસિસ, ક્વિંટન ડી કૉક, કાગિસો રબાડા અને કેશવ મહારાજને પોતાના શિકાર બનાવ્યા હતા.

આ સાથે અશ્વિન અનિલ કુંબલે, હરભજન સિંહ અને જવાગલ શ્રીનાથની શ્રેણીમાં આવી ગયો છે. આ તમામ ખેલાડીઓએ સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ મેચમાં 50 થીવધુ વિકેટ લીધી હતી. આ યાદીમાં 84 વિકેટ સાથે ટોપ પર છે. શ્રીનાથ અને હરભજન ક્રમશ: 64 અને 60 વિકેટ લીધી હતી.