નવી દિલ્હી: રવિચંદ્રન અશ્વિનની શાનદાર બોલિંગના દમ પર ભારતે પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે દક્ષિણ આફ્રિકાની 8 વિકેટ ઝડપી છે. આ ટેસ્ટ દરમિયાન આક્રમક બોલિંગ કરતા દક્ષિણ આફ્રિકાની પ્રથમ ઇનિંગમાં અત્યાર સુધી પાંચ વિકેટ ઝડપી છે. તેની સાથે ટેસ્ટ ક્રિકેટમાં જાડેજાએ પણ પોતાની 200 વિકેટ પૂરી કરી છે.


અશ્વિને કુલ 27મી વખત ટેસ્ટમાં એક ઇનિંગમાં 5 કે તેથી વધુ વિકેટ ઝડપી છે. જ્યારે ઓગસ્ટ 2017 બાદ પહેલીવાર અશ્વિને ટેસ્ટ મેચની એક ઇનિંગમાં પાંચ વિકેટ લેવાનું કારનામું કર્યું છે. આ સાથે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પાંચમી વખત અશ્વિને ટેસ્ટ મેચની એકજ ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપી છે. તેની સાથે જ અશ્વિને બોલર હરભજન સિંહ અને શ્રીનાથને પણ પછાળ છોડી દીધાં છે.


આ બન્ને બોલરોએ ટેસ્ટ ક્રિકેટમાં પ્રોટિયાઝ ટીમ વિરુદ્ધ ચાર-ચાર વખત એક જ ઇનિંગમાં પાંચ વિકેટ લેવાનું કારનામું કર્યું હતું, હવે અશ્વિને આ બન્નેનો રેકોર્ડ તોડી દીધો છે. અશ્વિન માટે આ સિદ્ધી ખાસ છે, કારણ કે તે લગભગ એક વર્ષ બાદ ટેસ્ટ ક્રિકેટમાં બોલિંગ કરી છે.

રવિન્દ્ર જાડેજા બન્યો સૌથી મોટો ડાબોડી બૉલર, ટેસ્ટમાં કર્યું આ મોટું કારનામું, જાણો વિગત

આ યુવા ખેલાડીએ એક ઇનિંગમાં ફટકાર્યા એટલા બધા ચોગ્ગા કે બની ગયો વર્લ્ડ રેકોર્ડ, જાણો વિગતે