મુંબઈ: એક્ટર કમલ હાસનની દિકરી અને એક્ટ્રેસ શ્રુતિ હાસન સાઉથથી લઈને બોલીવૂડ સુધી પોતાની ઓળખ બનાવી છે. શ્રુતિ ફિલ્મોમાં ખૂબ ઓછી જોવા મળે છે પરંતુ છતાં દર્શકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. શ્રુતિ એક્ટિંગ સાથે સાથે સામાજિક કામમાં પણ ભાગ લે છે. હાલમાં જ તેણે એક કાર્યક્રમમાં કહ્યું કે બોલીવૂડની જેમ સાઉથ ઈન્ડસ્ટ્રીમાં પણ મહિલા એક્ટર સાથે ભેદભાવ કરવામાં આવે છે.


શ્રુતિ હાસને કહ્યું, એવું નથી કે માત્ર બોલીવૂડમાં જ ફિમેલ એક્ટરને ઓછી ફિ મળે છે આવું સાઉથમાં પણ થાય છે. અહીં પુરૂષ એક્ટર્સને મહિલા એક્ટર કરતા વધારે ફિ અને સગવડતાઓ આપવામાં આવે છે. પરંતુ મને આશા છે કે આવનારા દિવસોમાં મહિલાઓને પણ દરેક રીતે બરાબરીનો દરજ્જો મળશે.


શ્રુતિ હાસને કહ્યું, મહિલાઓના અધિકારો માટે લોકો રેલીઓ કાઢે છે અને વિરોધ પ્રદર્શન કરે છે અને મને આ ખૂબ અજીબ લાગે છે કે સમાન અધિકારો અને મહિલાઓની સુરક્ષા માટે આપણે આજે પણ આ પ્રકારીની રેલીઓ કાઢવાની જરૂર પડે છે. આ પ્રકારનું વર્ષોથી થઈ રહ્યું છે.