ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા માટે રમવા માંગે છે આ ગુજરાતી ક્રિકેટર, જાણો વિગત
જાડેજાએ વધુમાં કહ્યું કે, હું ભારત માટે ઓલરાઉન્ડર તરીકે મારું સ્થાન નિશ્ચિત કરવા માંગુ છું. મને જ્યારે પણ ભારત તરફથી રમવાનો મોકો મળે ત્યારે બેટિંગ અને બોલિંગ બંનેમાં મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે. હું ટીમનો વિશ્વસ્તરીય સભ્ય બનવા અને ઓલરાઉન્ડરના ખાલી પડેલા સ્થાનને ભરવા માંગું છું. મેં ભૂતકાળમાં પણ આમ કર્યું છે. મારા માટે આ નવું નથી.
તેણે એમ પણ કહ્યું કે, જ્યારે તમે ખરાબ સમયમાંથી પસાર થતાં હોવ ત્યારે વધારે રમીને ફોર્મ મેળવવાની કોશિશ કરવી પડે છે. તેથી હું વધુને વધુ આતંરરાષ્ટ્રીય ક્રિકેટ રમીને સારું પ્રદર્શન કરીને તમામ ફોર્મેટમાં વાપસી કરવામાં સક્ષમ રહીશ.
જાડેજાએ કહ્યું, હું ભારત માટે રમી રહ્યો છું તે મારા માટે સૌથી મહત્વની વાત છે. હું ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં રમવા માગું છું. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સારું ફોર્મ જાળવી રાખવા માટે માત્ર ટેસ્ટ રમવું જ પૂરતું નથી. જ્યારે તમે એક જ ફોર્મેટમાં રમી રહ્યા હોવ ત્યારે મેચો વચ્ચે અંતર હોવાના કારણે તમારી લય તૂટી જાય છે.
ઓવલઃ ઈંગ્લેન્ડ પ્રવાસે ગયેલા ગુજરાતના સ્પિન ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાની પ્રથમ ચાર ટેસ્ટ માટે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નહોતો. પરંતુ અંતિમ ટેસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો અને પ્રથમ દિવસના અંતે તેણે 2 મહત્વપૂર્ણ વિકેટ પણ લીધી હતી.