બેંગ્લુંરુઃ ભારતીય ટીમના કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલની આઇપીએલમાં કેપ્ટનશીપને લઇને મોટા સામાચાર સામે આવ્યા છે. ગત સિઝનમાં આઇપીએલમાં સતત ફ્લૉર રહેલી આરસીબી ટીમના કેપ્ટન વિરાટ પર સવાલો ઉઠ્યા હતા. વાતો હતી કે નવી સિઝનમાં વિરાટના હાથમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની કેપ્ટનશીપ જઇ શકે છે. હવે આ મામલે કૉચે મોટા સંકેત આપ્યા છે.
તાજેતરમાં જ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરના નવા નિયુક્ત ડાયરેક્ટર ઓફ ક્રિકેટ ઓપરેશન માઇક હેસન અને કૉચ સાયમન કેટિચ બન્નેએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધુ છે કે, આગામી સિઝનમાં આરસીબી ટીમમાં કોઇપણ મોટો ફેરફાર કરવામાં આવશે નહીં, અને વિરાટ કોહલી જ પુરી રીતે ટીમની કમાન સંભાળશે.
ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસો પહેલા જ આરસીબીના કૉચિંગ સ્ટાફને પુરેપુરો બદલી નાંખવામાં આવ્યો હતો. આ અસર ગત સિઝનમાં ફ્લૉપ થયા બાદ થઇ હતી. જોકે, ટીમ મેનેજમેન્ટે કહ્યું છે કે કેટલીય વસ્તુઓમાં અમે ફેરફાર કરીશું પણ કેપ્ટનશીપને લઇને હજુ સુધી કોઇ વાત નથી.