નવી દિલ્હીઃ આઇપીએલની બીજી એલિમીનેટર મેચમાં વિરાટ કોહલીની ટીમ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર હાર સાથે બહાર થઇ ગઇ છે, ઇયૉન મૉર્ગનની ટીમ કેકેઆરે શાનદાર જીત મેળવીને વિરાટની ટીમને બહાર કરી દીધી છે, અને હવે તે ફાઇનલની રેસમાં આગળ વધી ગઇ છે. આ મેચમાં વિરાટના બે રૂપો જોવા મળ્યા, એક તેનો ઉગ્ર રૂપ અને બીજો તેનો ભાવુક રૂપ. મેચમાં બે ઘટના એવી બની જેને વિરાટના બન્ને રૂપો બતાવ્યો. મેચમાં સ્કોર ડિફેન્ડ કરતા સમયે અમ્પાયરે ત્રિપાઠીને નોટઆઉટ આપ્યો હોવાથી તેમના નિર્ણય પર તે ગુસ્સે થયો, વળી, બીજી બાજુ RCBના કેપ્ટન તરીકે છેલ્લી મેચ હારી જતાં વિરાટ કોહલી મેદાન પર જ ભાવુક થઈને રડી પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી પોતાના આક્રમક સ્વભાવ માટે જાણીતો છે, એવામાં તેને મેદાન પર આમ તૂટી જતા જોઈને ફેન્સ પણ ભાવુક થઈ ગયા હતા.


કોલકત્તા નાઇટ રાઇડર્સ  (Kolkata Knight Riders)ની ઇનિંગમાં સાતમી ઓવરમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર (Royal Challengers Bangalore)ના યુજવેન્દ્ર ચહલનો ઓવરનો છેલ્લો બૉલ સીધો KKRના બેટ્સમેન રાહુલ ત્રિપાઠી (Rahul Tripathi)ના પેડ પર જઇને ટકરાયો. આ પછી ચહલ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર (RCB)ના અન્ય ખેલાડીઓ જોરદાર અપીલ કરી, જેને એમ્પાયરે નકારી દીધી. આ પછી વિરાટ કોહલી (Virat Kohli)એ ડિસીઝન રિવ્યૂ સિસ્ટમ (DRS) લીધુ. ટીવી રિપ્લેમાં જોયા બાદ મેદાની એમ્પાયરનો ફેંસલો બદલવો પડ્યો. આ ફેંસલો આવ્યા બાદ વિરાટ કોહલી અને એમ્પાયર વચ્ચે જોરદાર ઝઘડો થઇ ગયો હતો. વિરાટે એમ્પાયરને ખખડાવી નાંખ્યો હતો. 


 






હવે એક ખેલાડી તરીકે શરૂ કરીશ ઇનિંગ- 
મેચ બાદ કોહલીએ કહ્યું- હું આટલુ જ કહી શકુ છે કે મે RCB માટે હંમેશા મારુ બેસ્ટ આપવાની કોશિશ કરી છે. મને ખબર નથી કે બીજા લોકોનુ શુ માનવુ છે. જોકે હું એક વાત કહી શકુ છે કે મે દર વર્ષે કેપ્ટન તરીકે ફ્રેન્ચાઇઝીને પોતાનુ 120 ટકા કમિટમેન્ટ આપવાની કોશિશ કરી છે. સાથે જ કોહલીએ કહ્યું કે, આઇપીએલમાં હુ મારી જાતને બીજા ક્યાંય રમતો નથી જોવા માંગતો. દુનિયા ભલે કેટલીય વાતોને મુખ્ય માનતી હશે પરંતુ મારા માટે લૉયલ્ટીથી વધીને બીજુ કશુ જ નથી. ફ્રેન્ચાઇઝીએ હંમેશા મારા પર પોતાનો વિશ્વાસ  રાખ્યો  છે, અને જ્યાં સુધી આઇપીએલ રમીશ, RCB માટે  જ  રમીશ. 


વિરાટ કોહલીએ કહ્યું- મે RCB કેમ્પમાં એ રીતનુ કલ્ચર બનાવવાની કોશિશ કરી છે કે યુવા ખેલાડીઓ બેખોફ અને ખુદ પર વિશ્વાસ સાથે ક્રિકેટ રમી શકે. આ જ વસ્તુ મે ટીમ ઇન્ડિયાના કેપ્ટન તરીકે પણ કરી છે. સાથે  જ કોહલીએ કહ્યું- હવે હું એક ખેલાડી તરીકે પોતાનુ બેસ્ટ આપવાની કોશિશ કરીશ. આગામી ત્રણ વર્ષોમાં આપણે બધા સાથે મળીને RCBને એક રીતે તૈયાર કરીશુ, અને એવા લોકોને સામે લાવીશુ જે આ ફ્રેન્ચાઇઝીને આગામી સમયમાં લીડ કરી શકે. 


 






વિરાટ 13 વર્ષોથી ટ્રૉફી જીતવાનો પ્રયાસ કરી રહ્યો છે- 
રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર  (RCB) ના હાર્યા બાદ એકવાર ફરીથી વિરાટ કોહલીની આઇપીએલ ટ્રૉફી જીતવાનુ સપનુ તુટી ગયુ છે. વિરાટ કોહલી છેલ્લા કેટલાય વર્ષોથી આ ટ્રૉફી જીતવાની કોશિશ કરી રહ્યો છે. આ ટીમે 3 વાર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે, પરંતુ ટ્રૉફી જીતવામાં સફળ નથી થઇ શકી. હવે વિરાટ કોહલીએ વર્ષ 2021ની આઇપીએલની છેલ્લી કેપ્ટન તરીકેની મેચ પણ રમી લીધી છે, પરંતુ તેમાં પણ તે ફાઇનલમાં નથી  પહોંચી શક્યો.