વિરાટ વિરોધી ટીમના ક્યા બેટ્સમેનની બેટિંગ પર ફિદા થઈને મેદાન પર જ પાડવા લાગ્યો તાળીઓ ? જાણો વિગત
બેગ્લોરઃ ઇન્ડિયન પ્રિમિયર લીગની 11મી સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેગ્લોર સામેની મેચમાં ચેન્નઇ સુપરકિંગ્સનો પાંચ વિકેટે વિજય થયો હતો. બેગ્લોરે જીતવા માટે આપેલા 206 રનના પડકારને ચેન્નઇએ બે બોલ બાકી હતા ત્યારે પાર કરી લીધો હતો. ચેન્નઇના જીતમાં રાયડુ અને કેપ્ટન ધોનીની આક્રમક ઇનિંગ મહત્વની રહી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાર બાદ કોહલીએ કહ્યું કે, ધોનીની બેટિંગ જોઇ મને લાગતું હતું કે હું ટીમ ઇન્ડિયા તરફથી રમું છું અને ધોની ચોગ્ગા- છગ્ગા મારી હરિફ ટીમને હરાવી રહ્યો છે. પરંતુ બાદમાં મને લાગ્યું કે, ધોની તો અમને હરાવવા માટે રમે છે. કોહલીએ એવો સૂર વ્યક્ત કર્યો હતો કે ધોનીની લાજવાબ બેટિંગ સામે અમે લાચાર હતા.
મેચમાં ધોનીએ 34 બોલમાં અણનમ 70 રન ફટકાર્યા હતા જેમાં સાત સિક્સ અને એક ચોગ્ગાનો સમાવેશ થાય છે. ધોનીની બેટિંગ જોઇ ક્રિકેટના ચાહકો જ નહી પરંતુ બેગ્લોરની ટીમનો કેપ્ટન કોહલી પણ મંત્રમુગ્ધ થઇ ગયો હતો. જાણે કોહલી ભૂલી ગયો હોય કે ધોનીની આ બેટિંગ તેની જ ટીમને હરાવી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -