ભારતીય ટીમના પૂર્વ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે કહ્યુ કે, તે પોતે ધોનીને આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી-20 વર્લ્ડકપમાં રમતો જોવા માંગે છે.સાથે એ વાતની પણ શંકા વ્યક્ત કરી હતી કે ધોનીને ટી-20 વર્લ્ડકપમાં ભાગ્યે જ એન્ટ્રી મળી શકે છે.
સુનીલ ગાવસ્કરે કહ્યુ કે, હું ધોનીને વર્લ્ડકપ ટી-20માં રમતો જોવા માંગુ છું. પરંતુ એવું થઇ શકે તેમ લાગી રહ્યું નથી. ટીમ તેનાથી આગળ વધી ગઇ છે. ધોની એ લોકોમાં નથી જે મોટી જાહેરાતો કરતા હોય છે. એટલા માટે મને લાગે છે કે ધોની ચૂપચાપ રીતે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિ લઇ લેશે.