I&B Ministry Update: માહિતી અને પ્રસારણ મંત્રાલયે સોમવારે પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયાને ઓનલાઈન સટ્ટાબાજીના પ્લેટફોર્મની જાહેરાતોથી દૂર રહેવા માટે એક એડવાઈઝરી જાહેર કરી હતી. આ એડવાઈઝરીમાં ઓનલાઈન સટ્ટાબાજીની વેબસાઈટ, પ્લેટફોર્મની પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક, સોશિયલ અને ઓનલાઈન મીડિયામાં ચાલતી ઘણી જાહેરાતો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

Continues below advertisement


મંત્રાલયે આ ચેતવણી આપીઃ
માહિતી અને પ્રસારણ મંત્રાલયે પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાને ચેતવણી આપી છે કે તેઓ ઓનલાઈન સટ્ટાબાજીના પ્લેટફોર્મની જાહેરાતો પ્રકાશિત કરવાથી દૂર રહે. મંત્રાલયે ઓનલાઈન અને સોશિયલ મીડિયાને ચેતવણી આપી છે, જેમાં ઓનલાઈન જાહેરાત મધ્યસ્થી અને પ્રકાશકોનો સમાવેશ થાય છે, તેઓ ભારતમાં આવી જાહેરાતો પ્રદર્શિત ન કરે અથવા ભારતીય પ્રેક્ષકોને આવી જાહેરાતોને ટાર્ગેટ ના કરવા માટે સૂચના આપી છે.






યુવાનો પર થઈ રહી છે ઊંડી અસરઃ
I&B મંત્રાલયે તેના નિવેદનમાં કહ્યું કે, દેશના મોટાભાગના ભાગોમાં ગેરકાયદેસર સટ્ટાબાજી અને જુગાર ગેરકાયદેસર છે. આ જાહેરાત જોનારા પ્રેક્ષકો, ખાસ કરીને યુવાનો અને બાળકો માટે નોંધપાત્ર નાણાકીય અને સામાજિક-આર્થિક જોખમો પેદા થાય છે. ભારતમાં સટ્ટાબાજીની જાહેરાતો ઓનલાઈન અને મધ્યસ્થીઓ અને પ્રકાશકો સહિત સોશિયલ મીડિયાને સલાહ આપવામાં આવે છે કે આવી જાહેરાતો ભારતમાં પ્રદર્શિત ન કરવી અથવા ભારતીય પ્રેક્ષકોને આવી જાહેરાતોથી ટાર્ગેટ ના કરવામાં આવે.


આ પણ વાંચોઃ


IPL Media Rights: BCCIને થશે ધરખમ આવક, પાછલા પાંચ વર્ષની કમાણી કરતાં વધારે રકમની તો માત્ર ડિજિટલની બોલી લાગી


27 વર્ષ જૂનું ઈન્ટરનેટ બ્રાઉઝર થઈ રહ્યું છે બંધ, સરકારી ઓફિસોમાં થાય છે ઉપયોગ


પોરબંદર: દરિયા કિનારે ફોટા પડાવવા પડ્યા ભારે, 9 વર્ષના બાળક સાથે બે મહિલાઓ તણાઈ


જગદીશ ઠાકોરની ગર્ભિત ચીમકી! એક પણ કાર્યકરને તું કરશો તો છઠ્ઠીનું ધાવણ યાદ કરાવશું