નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના સહાયક કોચ રિકી  પોન્ટિંગે માન્યું હતું કે, આજે રમાનારી ભારત સામેની મેચ અગાઉ તેમના ટોચના બેટ્સમેનોએ શોર્ટ બોલ રમવાની યોજના બનાવવી પડશે. પોન્ટિંગે કહ્યું કે, બોલરો હંમેશાથી એક જેવી બોલિંગ નથી કરતા તેવું વિચારીને તેનો સામનો કરવા માટેની યોજના બનાવવી પડશે. વર્લ્ડકપ અગાઉ ઓસ્ટ્રેલિયાના  સહાયક કોચ બનેલા પોન્ટિંગે માનવું કે, ભારતીય ટીમ કુલદીપ યાદવ અથવા ચહલના સ્થાન પર મોહમ્મદ શમીને તક આપી શકે છે.

પોન્ટિંગે કહ્યું કે, અમે જાણીએ છીએ કે બુમરાહ નવા બોલથી શાનદાર બોલિંગ કરે છે અને મને વિશ્વાસ છે કે તે મિશ્રણનો ઉપયોગ કરતા ક્યારેક શોર્ટ તો ક્યારેક ફૂલ લેન્થ બોલ નાખે છે. સ્પીડ અને બાઉન્સરને લઇને અમને ભુવનેશ્વરની ચિંતા નથી. હાર્દિક થોડો પરેશાન કરી શકે છે.

પોન્ટિંગે કહ્યું કે, ઉસ્માન ખ્વાજા અને ગ્લેન મેક્સવેલે ભારતીય ઝડપી બોલરોનો સામનો કરવા માટે પોતાની ભૂલોમાં સુધારો કરવો પડશે.