IPL 2018માં સદી ફટકારનારો પહેલો ભારતીય બન્યો આ ખેલાડી
આઈપીએલની આ સિઝનમાં અત્યાર સુધી શેન વોટસન (ચેન્નઈ સુપર કિંગ્સ) અને ક્રિસ ગેઇલ (કિંગ્સ ઇલેવન પંજાબ)એ પણ સદી ફટકારી છે. પંતે તેની પહેલી ફિફ્ટી 36 બોલમાં પૂરી કરી હતી, જેમાં તેણે આઠ ચોગ્ગા અને એક સિક્સ ફટકારી હતી. અડધી સદી બાદ પંતનો અંદાજ વધુ આક્રમક બન્યો હતો. તેણે 56 બોલમાં જ સદી પૂરી કરી દીધી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ આઈપીએલ 2018માં ફિરોઝ શાહ કોટલા મેદાન પર ઋષભ પંતે વિસ્ફોટક 128 રનની ઇનિંગ રમી હતી. આઈપીએલમાં પોતાની પ્રથમ સેન્ચુરી ફટકારનાર ઋષભ પંતે 63 બોલમાં 15 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી અણનમ 128 રન બનાવ્યા. આ સીઝનમાં કોઈપણ બેટ્સમેનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર હતો.
20 વર્ષના પંતે આઈપીએલ અને ટી20 ક્રિકેટમાં એક જ ઇનિંગમાં સૌથી વધારે રન બનાવનાર ભારતીય ખેલાડી બની ગયા છે. તેણે મુરલી વિજયનો રેકોર્ડ તોડ્યો છે. ઉપરાંત આઈપીએલ 2018માં કોઈપણ ભારતીય દ્વારા મારવામાં આવેલી આ પ્રથમ સેન્ચુરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -