ઈંગ્લેન્ડ સામે T20 ડેબ્યૂ કરનારા રિષભ પંતે કઈ ટીમ સામે કર્યું પદાર્પણ, જાણો વિગત
આઈપીએલ 11માં પંતે દિલ્હી ડેરડેવિલ્સ તરફથી 14 મેચોમાં 52.61ની સરેરાશ અને 173.60ના સ્ટ્રાઇક રેટથી 684 રન બનાવ્યા હતા. જેમાં એક સદી અને પાંચ અજધી સદી ફટકારી હતી. તેણે 68 ચોગ્ગા અને 37 છગ્ગા ફટકાર્યા હતા. આઈપીએલમાં 600થી વધુ રન બનાવનાર સૌથી યુવા બેટ્સમેનનો રેકોર્ડ પણ તેણે બનાવ્યો હતો. ડોમેસ્ટિક ક્રિકેટમાં દિલ્હી માટે એક સીઝનમાં સૌથી વધારે રન બનાવવાનરા ગંભીર અને સેહવાગનો રેકોર્ડ પણ તોડી નાંખ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયુવા બેટ્સમેને દિલ્હીની ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરીને ધ્યાન ખેંચ્યું હતું. પંતે ફર્સ્ટ ક્લાસ કરિયરમાં અત્યાર સુધી 23 મેચમાં ચાર સદી અને આઠ અડધી સદીની મદદથી 54.50ની સરેરાશથી 1744 રન બનાવ્યા હતા.
પંત ભારત માટે ફેબ્રુઆરી 2017માં ઈંગ્લેન્ડ સામે જ ટી-20 ડેબ્યૂ કરી ચુક્યો છે. અત્યાર સુધીની 3 ટી20 મેચમાં તેણે 73 રન બનાવ્યા છે. પંતે ભારત-એ માટે ઇંગ્લેન્ડ પ્રવાસ પર પણ શાનદરા પ્રદર્શન કરતાં ત્રણ અડધી સદીની મદદથી 189 રન બનાવ્યા હતા.
નોટિંઘમઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ રિષભ પંતને ટેસ્ટ કેપ આપી હતી. તેની સાથે જ તે ભારતનો 291મો ટેસ્ટ ક્રિકેટર બની ગયો છે. ટ્રેન્ટ બ્રિજમાં આ 20 વર્ષીય વિકેટકિપર બેટ્સેમનનો દિનેશ કાર્તિકના સ્થાને સમાવેશ કરવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -