નવી દિલ્હીઃ ભારતીય ટીમ હાલ વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ છે, પ્રથમ વનડે મેચ વરસાદના કારણે ધોવાઇ ગઇ, બીજી વનડે ભારતીયે 59 રનોથી જીતી લીધી છે. હાલમાં ભારતીય ટીમ જોરદાર ફોર્મમાં છે. યુવા ખેલાડીઓ પોતાની પ્રતિભા બતાવવા માટે કમર કરી રહ્યાં છે, ત્યારે યુવા વિકેટકીપર ઋષભ પંતનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે હૉટલની ગેલેરીમાં જ પ્રેક્ટિસ કરતો દેખાઇ રહ્યો હતો. ઋષભ પંતના પ્રેક્ટિસ વીડિયોને જોઇને તેની ગર્લફ્રેન્ડ ઇશા નેગીએ ખાસ કૉમેન્ટ કરી હતી, જે ચર્ચાનો વિષય બની છે. પંતનો પ્રેક્ટિસ કરતો વીડિયો વાયરલ થતાં ગર્લફ્રેન્ડ ઇશા નેગીએ 'મિસ યૂ' લખીને કૉમેન્ટ કરી હતી.
ઉલ્લેખનીય છે કે બીજી વનડે પહેલા યુવા ક્રિકેટર્સ ઋષભ પંત અને કુલદીપ યાદવે હૉટલની ગેલેરીમાંજ પ્રેક્ટિસ કરી હતી, જેમાં કુલદીપ યાદવ બૉલિંગ કરતો હતો, અને ઋષભ પંત વિકેટકીપિંગ કરતો હતો.