દુબઇઃ રવિવારે દુબઇમાં રમાયેલી આઇપીએલ 2021ની પહેલી ક્વૉલિફાયર મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સને હરાવીને 9મી વાર આઇપીએલની ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. છેલ્લી ઓવરમાં ચેન્નાઇને કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની ધારદાર બેટિંગથી જીતાડી દીધી. આ સાથે જ ક્રિકેટ દિગ્ગજો અને ફેન્સ દિલ્હીના કેપ્ટન ઋષભ પંતની કેપ્ટનશીપ પર સવાલો ઉઠાવી રહ્યાં છે. આ સવાલો ખાસ કરીને છેલ્લી ઓવર ટૉમ કરનને આપવા પર થઇ રહ્યાં છે.
મેચ બાદ કેપ્ટન ઋષભ પંતે શું કહ્યું -
મેચ બાદ હારથી નિરાશ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતે મોટુ નિવેદન આપ્યુ છે. ટીમને સતત બીજીવાર છેલ્લી ઓવરમાં હારનો સામનો કરવો પડ્યો છે. છેલ્લે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરને છેલ્લા બૉલે છગ્ગો ફટકારીને ભરતી દિલ્હી સામે જીતાડી હતી.
મેચ બાદ પંતે કહ્યં- બેશક, આ ખુબ નિરાશાજનક રહ્યુ અને મારી પાસે શબ્દો નથી કે હું એ વાત કહી શકુ કે મને શું લાગી રહ્યું છે. દિલ્હીના કેપ્ટન પાસે છેલ્લી ઓવરમાં કેટલાય ઓપ્શન હતા છતાં ટૉમ કરનને કેમ છેલ્લી ઓવર ઓપવામા આવી, આના પર પંતે કહ્યું- મે વિચાર્યુ કે કરને આખી મેચમાં સારી બૉલિંગ કરી છે તો તેનો છેલ્લી ઓવર માટે ઉપયોગ કરવો ઠીક કરશે.
ઉલ્લેખનીય છે કે, દિલ્હીએ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટો ગુમાવીને 172 નો સ્કૉર કર્યો હતો, જવાબમાં ચેન્નાઇની ટીમે આ સ્કૉરને છેલ્લી ઓવરમાં કેપ્ટન ધોનીએ ચોગ્ગો ફટકારીને હાંસલ કરી દીધો. આ જીત સાથે જ ચેન્નાઇ સુપર કિંગ્સે રેકોર્ડ નવમી વાર આઇપીએલ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. વળી, ચેન્નાઇ સામે મળેલી હાર છતાં દિલ્હીની પાસે હજુપણ ફાઇનલમાં પહોંચવાનો બેસ્ટ મોકો છે. દિલ્હીને હવે શાહજહાંમાં સોમવારે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર અને કોલકત્તા નાઇટ રાઇડર્સની વચ્ચે રમાનારી એલિમીનેટર મેચની વિજેતા ટીમ સામે ટકરાવવુ પડશે, અને જો દિલ્હી આમાં જીતે છે તો 15 ઓક્ટોબરે ચેન્નાઇ સામે ફાઇનલ મેચમાં ફરી એકવાર ટકરાશે.