✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન પોન્ટિંગે આ ભારતીય ખેલાડીને ગણાવ્યો બીજો એડમ ગિલક્રિસ્ટ, જાણો કોણ છે તે?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Jan 2019 05:04 PM (IST)
ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન પોન્ટિંગે આ ભારતીય ખેલાડીને ગણાવ્યો બીજો એડમ ગિલક્રિસ્ટ, જાણો કોણ છે તે?
1

પોન્ટિંગના મતે પંત ધોનીની તુલનામાં ટેસ્ટ મેચોમાં વધુ સદી ફટકારશે. અમે હંમેશા ધોની અને ભારતીય ક્રિકેટ પર તેના પ્રભાવ અંગે વાત કરતા હતા. ભારત તરફથી ધોની ઘણી ટેસ્ટ મેચ રમ્યો છે પરંતુ ફક્ત છ ટેસ્ટ સદી ફટકારી છે. પંત તેનાથી વધુ ટેસ્ટ સદી ફટકારશે. નોંધનીય છે કે પંત ઓસ્ટ્રેલિયામાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય વિકેટકીપર બની ગયો છે. ઉલ્લેખનીય છે કે પંતે 15 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 189 બોલમાં અણનમ 159 રન બનાવ્યા હતા. પંતે જાડેજાની સાથે મળીને સાતમી વિકેટ માટે 204 રનની ભાગીદારની બનાવી હતી.

2

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયન પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે ટીમ ઇન્ડિયાના યુવા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતના વખાણ કરતા તેને બીજો એડમ ગિલક્રિસ્ટ ગણાવ્યો છે. પંતે ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટ મેચમાં પ્રથમ ઇનિંગમાં અણનમ 159 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આઇપીએલ દરમિયાન દિલ્હી ડેરડેવિલ્સમાં પંત સાથે કામ કરી ચૂકેલા પોન્ટિંગે કહ્યું કે, તે વાસ્તવિક પ્રતિભા ધરાવે છે અને બોલ પર સારી રીતે પ્રહાર કરે છે. વાસ્તવમાં હું ભાગ્યશાળી વ્યક્તિ છું કે દિલ્હીમાં તેનો કોચ છું. પોન્ટિંગે કહ્યું કે, તેને પોતાની વિકેટકીપિંગ પર થોડી મહેનતસ કરવાની જરૂર છે અને તે સારો બેટ્સમેન બનશે. અમે કોમેન્ટ્રી બોક્સમાં તેના વિશે વાત કરી રહ્યા હતા. તે બીજો એડમ ગિલક્રિસ્ટ બનશે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન પોન્ટિંગે આ ભારતીય ખેલાડીને ગણાવ્યો બીજો એડમ ગિલક્રિસ્ટ, જાણો કોણ છે તે?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.