ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો જીતવાનો કોંગ્રેસના કયા મોટા નેતાએ દાવો કર્યો? જાણો વિગત
મુખ્યમંત્રીના નિવેદન અંગે કોંગ્રેસ પ્રભારી સાતવે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, છેલ્લા 10 દિવસથી ગુજરાતના સીએમ સાચું બોલી રહ્યા છે. તેમણે પહેલા સ્વીકાર્યું હતું કે, મહેસુલ વિભાગમાં ભ્રષ્ટચાર છે, હવે સ્વીકાર્યું કે, પોલીસ વિભાગમાં પણ ભ્રષ્ટાચાર છે. સાચું બોલવા બદલ સીએમનો હું આભાર માનું છું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સાથે જ ગુજરાત લોકસભાની તમામ 26 બેઠકો જીતવાનો કોંગ્રેસે દાવો કર્યો હતો. પ્રભારી રાજીવ સાતવે તમામ બેઠકો જીતવાનો દાવો કર્યો હતો. ગુજરાતમાં 26 બેઠકો જીતવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવશે.
પ્રભારી પદ છોડવા અંગે રાજીવ સાતવનો ખુલાસો કર્યો હતો કે, 2022 બાદ જ ગુજરાત પ્રભારીનું પદ છોડીશ. થોડા દિવસ પહેલાં જ ગુજરાતના નેતાઓથી નારાજ રાજીવ સાતવ પદ છોડવાના છે તેવા સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતાં.
આ બેઠકમાં સાજીત સાતવે કોંગ્રેસમાં ચાલતી નારાજગી અંગે બોલવાનું ટાળ્યું હતું પરંતું તેઓ કોંગ્રેસની ખેંચતાણના બદલે ભાજપમાં ચાલે રહેલા ખેંચતાણ વિશે બોલ્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે, નારાજગી કોંગ્રેસમાં નહીં પણ ભાજપના નેતાઓમાં ચાલી રહી છે. રાજ્યનાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વચ્ચે નારાજગી જોવા મળી રહી છે. ભાજપના કાર્યકરો પણ ઘણા નારાજ છે.
અમદાવાદ: કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક ઘમસાણ વચ્ચે કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ આજે અમદાવાદના પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયે નારાજ થયેલા સીનિયર આગેવાનો સાથે વન ટુ વન બેઠક યોજી હતી. કોંગ્રેસ હાઈકમાન્ડ પ્રદેશ પ્રભારીને સમગ્ર મામલે નિવેડો લાવવા સ્પષ્ટ સૂચના આપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -