બીસીસીઆઈએ પોતાની વેબસાઇટ પર તેની જાણકારી આપતાં લખ્યું કે, આઈસીસીએ આ વાતની પુષ્ટિ કરી દીધી છે કે તેમની ટૂર્નામેન્ટ ટેકનિકલ સમિતિએ આઈસીસી પુરુષ વિશ્વ કપ-2019માં પંતને ધવનના વિકલ્પ તરીકે મંજૂરી આપી દીધી છે. પંત બાકીની મેચોમાં ભારતીય ટીમનો ભાગ હશે.
ટીમમાંથી બહાર થતા ધવને ભાવુક મેસેજ પોસ્ટ કર્યો હતો. ધવને ટ્વિટ કરેલા વીડિયોમાં કહ્યું કે, હું એ વાત જણાવીને ખૂબ જ ભાવુક થઈ રહ્યો છું કે હું હવે આઈસીસી વર્લ્ડ કપ-2019માં નહીં રમી શકું. દુર્ભાગ્યવશ, મારા અંગૂઠો સમય પર ઠીક નથી થઈ શક્યો, પરંતુ જિંદગી ચાલતી રહેવી જોઈએ. મને મારી ટીમના સાથીઓ, ક્રિકેટ ફેનસ અને સમગ્ર દેશથી જે પ્રેમ અને સમર્થન મળ્યું તેનો હું ખૂબ આભારી છું. ધવને આગળ કહ્યું કે, ટીમના પ્લેયર શાનદાર રમી રહ્યા છે, અમે સારું કામ ચાલુ રાખીશું અને વિશ્વ કપ જીતીશું.