નવી દિલ્હીઃ વર્લ્ડ કપ 2019ની ટીમમાં સ્થાન ન મેળવનાર રિષપ પંતે કેપ્ટન વિરાટ કોહલીની સાથેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બન્ને એક સાથે ડાન્સ કરતાં જોવા મળી રહ્યા છે. આ વીડિયો રિષપ પંતે પોતાના ટ્વિટર પેજ પર શેર કર્યો છે.




પંતે વિડીયો શેર કરતા જણાવ્યું કે, કોહલીએ આને શેર કરવાનું ના કહ્યું હતુ. પંતે વિડીયો ટ્વિટર પર શેર કરતા લખ્યું કે, “બધા મને આ વિશે પુછી રહ્યું છે. હું જાણું છું કે તમે મને કોઈને ના જણાવવા કહ્યું છે, પરંતુ હું મારા ઉત્સાહને રોકી નથી શકતો ભાઈ. વધારે માટે વિરાટ કોહલીનાં ટ્વિટરને કાલે ચેક કરજો.’


આખરે શા માટે કોહલીએ આ વિડીયોની જાણકારી છુપાવી તે વિશે ખુદ વિરાટ કોહલી 16 મેનાં રોજ ખુલાસો કરશે. જો કે, કોહલી અને વિરાટ કોહલીની આ જુગલબંધીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ઋષભ પંતને 2019 વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવેલી ભારતીય ટીમમાં જગ્યા મળી નથી.