આજે ભારત-વિન્ડીઝ વન-ડેમાં ભારતનો ક્યો તોફાની બેટ્સમેન કરશે ડેબ્યુ? ભારતની ટીમમાં કોણ કોણ હશે?
ભારત અને વિન્ડિઝ વચ્ચેની પાંચ મેચોની વનડે સીરીઝની પહેલી વનડે આજે ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે, અને લાઇવ ટેલિકાસ્ટ બપોરે 1.30 કલાકે થશે.
નવી દિલ્હીઃ આજે ભારત અને વિન્ડિઝ વચ્ચે પ્રથમ વનડે મેચ ગુવાહાટીમાં રમાશે, આજની મેચ માટે બીબીસીઆઇએ 12 ખેલાડીઓની યાદી રિલીઝ કરી છે. જેમાં તોફાની બેટ્સમેન રિષભ પંતને મોકો મળી શકે છે. આઇપીએલમાં ધમાકેદાર એન્ટ્રી બાદ સૌકોઇની નજર હવે પંતના વનડે ડેબ્યૂ પર છે.
ભારતીય વનડે ટીમઃ વિરાટ કોહલી(કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, અંબાતી રાયડૂ, રિષભ પંત, મહેન્દ્ર સિંહ ધોની, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, ખલીલ અહમદ.
આજની મેચમાં રિષભ પંતને બેટ્સમેન તરીકે તક મળી શકે છે. જોકે, રેગ્યૂલર વિકેટકીપર તરીકે અનુભવી અને પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની યથાવત રહેશે. પંતની ધોની સાથે આજની મેચમાં ડેબ્યૂ કરવાનો મોકો મળી શકે છે. પંત ટેસ્ટ મેચોમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ ડેબ્યૂ કરી ચૂક્યો છે, હવે આજની મેચથી તેની વનડે ડેબ્યૂ પણ નિશ્ચિત મનાય છે.