ભારતની સ્ટાર મહિલા રેસલર્સ બબીતા ફોગાટ અને ગીતા ફોગાટની પિતરાઈન બહેન રિતિકાએ સોમવારે રાત્રે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. કહેવાય છે કે, રિતિકા સ્ટેટ લેવલ સબ જૂનિયર ટૂર્નામેન્ટમાં ફાઈનલ મેચમાં હારી જવાને કારણે આ પગલું લીધું. તેણે પોતાના કાકા મહાવીર ફોગાટના ગામ બલાલીમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. હાલમાં પોલીસે પોસ્ટમોર્ટમ બાદ શબને પરિજનોને સોંપી દીધું છે. 


રિપોર્ટ અનુસાર, 17 વર્ષની રિતિકા વિતેલા પાંચ વર્ષથી પોતોના કાકા મહાબીર ફોગાટ પાસે કુસ્તીની ટ્રેનિંગ લઈ રહી હહતી. રિતિકાએ 12થી 14 માર્ચની વચ્ચે ટેસ્ટ લેવલ સબ જૂનિયર ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો. આ ટૂર્નામેન્ટમાં જ 14 માર્ચે ફાઈનલ મેચમાં રિતિકા હારી ગઈ હતી. આ હારથી નિરાશ થઈને તેણે ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી હતી. 






ફાઈનલમાં એક પોઈન્ટથી હારી ગઈ હતી રિતિકા


જાણકારી અનુસાર, દ્રોણાચાર્ય એવોર્ડ જીતનાર મહાવીર ફોગાટ પણ એ ટૂર્નામેન્ટમાં હાજર હતા. રિતિકાએ આ ટૂર્નામેન્ટ માટે પહેલેથી જ તૈયારી કરી હતી. પરંતુ ફાઈનલ મેચમાં હારવાને કારણે તે નિરાશ થઈ ગઈ હતી. અને બાદમાં 15 માર્ચે રાત્રે તેણને દુપટ્ટાથી ગળે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. 


સ્ટેટ લેવલ સબ જૂનિયર ટૂર્નામેન્ટમાં રિતિકા ફોગાટે 53 કિલોગ્રામ વજનમાં ભાગ લીધો હતો. પરંતુ સ્ટેટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં તે માત્ર એક પોઈન્ટથી હારી ગઈ હતી. આ હારથી રિતિકા એટલી નિરાશ થઈ ગઈ કે તેણે મોતને ગળે લગાવી લીધો. હાલમાં રિતિકાના મોતથી રેસલિંગ જગત શોકમાં છે.