ધોની અને સાક્ષીને મેળવવામાં આ ક્રિકેટરનો હતો મોટો હાથ, હવે થયો ખુલાસો
આ વાત ભાગ્યે જ કોઈને ખબર હશે કે ધોની અને સાક્ષીની લવ સ્ટોરીમાં એક ક્રિકેટરની ભૂમિકા પણ રહી છે પરંતુ સાક્ષીએ હવે આ વાતનો ખુલાસો કર્યો છે. આ ખેલાડી બીજું કોઈ નહીં પરંતુ ટીમ ઇન્ડિયાના ખેલાડી રોબિન ઉથપ્પા છે. રોબિન ઉથપ્પાની સાથે તસવીર ક્લિક કરાવતા સાક્ષીએ લખ્યું કે, ‘આ વ્યક્તિનો આભાર, તેા કારણે જ આજે હું અને ધોની સાથે છીએ. રોબિન અને શીતલ તમને મળીને સારું લાગ્યું. પાર્ટીમાં આવવા માટે આભાર.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ હાલમાં સાક્ષી ધોનીઓ પોતાનો 30મો જન્મદિવસ ઉજવ્યો છે. ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ દોની અને સાક્ષી ધોનીની જોડી ક્રિકેટ જગતમાં સૌથી સુંદર જોડી તરીકે જોવામાં આવે છે. એવામાં આ જોડીની લવ સ્ટોરીમાં લોકો ખૂબ રસ લે છે. જ્યારે સાક્ષીએ હવે એ વ્યક્તિનો ખુલાસો કર્યો છે જેણે તેને અને ધોનીને મેળવ્યા હતા.
19 નવેમ્બરે સાક્ષીએ પોતાનો 30મો જન્મદિવસ ઉજવ્યો. આ જન્મદિવસમાં સાક્ષીએ મિત્રો ઉપરાંત અનેક ક્રિકેટર્સ પણ સામેલ થયા. જ્યારે આ ક્રિકેટર્સમાં એક એવો ખેલાડી પણ હાજર હતો જેના કારણે એમએસ ધોની અને સાક્ષી મળ્યા હતા. સાક્ષીએ પોતાના જન્મદિવસે આ વ્યક્તિની સાથે તસવીર પણ ખેંચાવી અને તેને પોતાના સોશિયલ નેટવર્કિંગ સાઈટ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -