ટી20 વર્લ્ડકપની સેમિ ફાઇનલમાંથી ભારતીય મહિલા ટીમ બહાર ફેંકાઇ, ઇંગ્લેન્ડે 8 વિકેટે ભારતને હરાવ્યુ
ભારતીય ટીમમાં માત્ર ચાર જ ખેલાડીઓ ડબલ આંકને પાર કરી શક્યા હતા, સ્મૃતિ મંધાના (34), જેમિમા રોડ્રિગ્સ (26), કેપ્ટન હરમનપ્રીત કૌર (16) અને તાનિયા ભાટિયા (11) રન બનાવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવે ટી20 વર્લ્ડકપનુ ટાઇટલ જીતવા માટે મહિલા ઇગ્લેન્ડની ટીમને આગામી 25મી તારીખ રવિવારે ઓસ્ટ્રેલિયા સામે ટકરાવવાનુ છે.
ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી મહિલા ઇંગ્લેન્ડની ટીમે શાનદાર બેટિંગ કરતાં 17.1 ઓવરમાં માત્ર બે વિકેટ ગુમાવીને 116 રન ફટકારી ટીમને જીત અપાવી હતી. આ સાથે જ મહિલા ઇંગ્લેન્ડની ટીમે ફાઇનલમાં પહોંચી ગઇ છે.
જ્યારે ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી મહિલા ઇંગ્લેન્ડની ટીમે શાનદાર પ્રદર્શન કરતાં તાબડતોડ બેટિંગ કરી હતી, એમી જોન્સ 53 (45) અને સાઇવર 52 (40) રન ફટકાર્યા હતા. વળી, કેપ્ટન નાઇટે 9 રન આપીને 3 વિકેટ પણ મેળવી હતી.
નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝમાં રમાઇ રહેલી મહિલા વર્લ્ડકપ ટી20 ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં ભારતીયી ટીમને ઇંગ્લેન્ડની સામે હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ટૉસ જીતીને પહેલા બેટિંગ લેવાનો નિર્ણય કર્યો હતો, ભારતની આખી ટીમ 19.2 ઓવરમાં 112 રનમાં સમેટાઇ ગઇ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -