નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી ત્રીજી અને અંતિમ વનડેમાં ભારતીય ટીમની ઓપનિંગ જોડીએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા અને શિખર ધવને શતકીય પાર્ટનરશીપ કરી હતી. ત્રણ વનડે મેચોન સીરીઝની આજે અંતિમ અને ફાઇનલ વનડે છે, બન્ને ટીમો સીરીઝમાં 1-1ની બરાબરી પર છે, હવે આજની મેચ બન્ને ટીમો માટે કરો યા મરોનો જંગ છે.
વનડેમાં 100થી વધુ રનની સૌથી વધુ પાર્ટનરશીપ....
26 વાર, સચિનેત તેંદુલકરે અને સૌવર ગાંગુલી
19 વાર, દિલશાન અને સાંગાકારા
18 વાર, રોહિત શર્મા અને વિરાટ કોહલી
17 વાર, રોહિત શર્મા અને શિખર ધવન
ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવન-
રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી (કેપ્ટન), કેએલ રાહુલ, ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, શાર્દૂલ ઠાકુર, ભુવનેશ્વર કુમાર, પ્રસિદ્ધ ક્રિષ્ણા, ટી નટરાજન.
ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવન-
જેસન રૉય, જૉની બેયરર્સ્ટો, બેન સ્ટૉક્સ, ડેવિડ મલાને, જૉસે બટલર (કેપ્ટન અને વિકેટેકીપર), લિયામે લિવિંગસ્ટૉન, મોઇન અલી, સેમ કરન, આદિલ રશિદ, રીસે ટૉપ્લે, માર્ક વુડ.
અંતિમ અને ફાઇનલ વનડેમાં વિરાટ કોહલીએ પોતાની પ્લેઇંગ ઇલેવનમાં ફક્ત એક ફરફાર કર્યો છે. ચાઇનામેન સ્પિનર કુલદીપ યાદવની જગ્યાએ આજે ટીમમાં ટી નટરાજનને મોકો મળ્યો છે. વળી, ઇંગ્લેન્ડે પણ પોતાની ટીમમાં એક ફેરફાર કર્યો છે. ટૉમ કરનની જગ્યાએ આજે ટીમમાં ફાસ્ટ બૉલર માર્ક વુડની વાપસી થઇ છે.
ત્રીજી વનડેમાં પણ ઇંગ્લિશ ટીમની કેપ્ટનશીપ જૉસ બટલર જ કરી રહ્યો છે. આ મેચમાં રેગ્યૂલરે કેપ્ટન ઇયૉન મોર્ગન નથી રમી રહ્યો. મોર્ગન પ્રથમ વનડેમાં ઇજાગ્રસ્ત થયો હતો, અંગુઠા અને આંગળીની ઇજાના કારણે બીજી વનડે ન હતો રમી શક્યો. બીજી વનડેમાં જૉસ બટલરે ઇંગ્લિશ ટીમની કેપ્ટનશીપ કરી હતી, અને ટીમને શાનદાર જીત અપાવી હતી. ઉલ્લેખનીય છે કે, ભારતે ટેસ્ટ અને ટી20 સીરીઝમાં જીત મેળવી છે, જ્યારે આજે વનડે સીરીઝની ફાઇનલ મેચ છે, જેમાં ભારત જીત મેળવીને ઇંગ્લેન્ડને ફરી એકવાર ત્રણેય ફોર્મેટમાં માત આપવા કોશિશ કરશે.