Holi 2021: ટીવી એક્ટ્રેસ મહિકા શર્માએ હોળીના અવસરે હોળીની કેટલીક જુની યાદોને તાજા કરતા ગામડાની હોળી યાદ કરી હતી, આ સાથે તેમણે સેલેબ્સની મુબંઇની હોળી પાર્ટીનો પણ ઉલ્લેખ કર્યો હતો. મહિકા શર્માએ કહ્યું કે, હું દર વર્ષે નવા કપડામાં હોળી રમતી અને તેના ગંદા કરી દેતી તેના કારણે મા નારાજ થતી.
ટીવી એક્ટ્રેસ મહિકા શર્માએ હોળીના દિવસે ગામડાની હોળીને યાદ કરતા કેટલાક દિલચશ્પ કિસ્સા શેર કર્યાં છે. તેમણે કહ્યું કે, મને યાદ છે. બાળપણમાં તે સમયે ગામડામાં હોળી એક દિવસની નથી હોતી પરંતુ એક સપ્તાહ પહેલા જ તેની રોનક જોવા મળતી હતી.
ટીવીના કેટલાક હિટ શોમાં કામ કરી ચૂકેલી મહિકા શર્માએ હોળીના તેમના કેટલાક યાદગાર કિસ્સા સોશિયલ મીડિયા પર શેર કર્યાં છે. મહિકાએ કહ્યું કે, અમારા ગામમાં હોળીના દિવસે બધા જ લોકો બાળકોથી દૂર રહેતા અને તેનાથી ડરતા કારણે કે બાળકો છૂપાઇને લોકો પર પાણીના બલૂન ફેંકતા હતા.
મહિકા શર્માએ કહ્યું કે, ‘દરેક હોળીએ રંગોના કારણે કપડાં ખરાબ થઇ જતાં હોવાથી મા દર વર્ષે જૂના કપડા પહેરવાનો આગ્રહ કરતી અને હું જિદ્દ કરીને નવા કપડા પહેરતી અને તે કપડા રંગોથી ખરાબ કરી નાખતી. મારી આ હરકતથી મા ખુબ નારાજ થતી. બાળપણથી હું હિરોઇનની જેમ સફેદ સલવાર કુરતા પર રંગીન દુપટ્ટો નાખતી જે મને ખબૂ પસંદ હતો’.
મહિકા શર્માએ કહ્યું કે, મુંબઇ આવ્યા બાદ પાર્ટીઓથી પ્રેમ થઇ ગયો. તેમણે કહ્યું કે, ‘રિયલ હોળી તો સપનાની નગરી મુંબઇમાં આવીને જ મનાવી છે. જ્યારે ગામડે હોળી રમતાં તો ડર લાગ્યા કરતો ખુલ્લીને ધમાલ મસ્તી ન હતા કરી શકતા પરંતુ જ્યારથી હું મુંબઇ આવી છું મને હોળી પાર્ટીથી પ્રેમ થઇ ગયો છે, હું મુંબઇથી કેટલી પણ દૂર કેમ ન હોઉં, હોળીમાં મુંબઇ પાર્ટી માટે અચૂક પહોંચી જતી. જો કે આ વર્ષે હોળીનું મોટું સેલિબ્રેશન કોરોનાના કારણે શક્ય નથી તેથી મેં ઘરે જ થોડા મિત્રોને એન્જોયમેન્ટ માટે પાર્ટીમાં બોલાવ્યા છે’