ટી20માં વેસ્ટ ઈન્ડિઝ સામે માત્ર 11 રન બનાવતા જ રોહિત શર્મા તોડશે કોહલીનો આ રેકોર્ડ, જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 06 Nov 2018 12:00 PM (IST)
1
રોહિત શર્મા ટી20 મેચમાં માત્ર 11 રન બનાવશે તો ભારત તરફ સર્વાધિક રન બનાવનાર ખેલાડી બની જશે. રોહિત શર્માએ 85 ટી20 મેચમાં 2092 રન બનાવ્યા છે. જ્યારે વિરાટ કોહલીએ 2102 રન બનાવ્યા છે.
2
2016માં યોજાયેલ ટી-20 મેચ પછી ભારતે 32 ટી-20 મેચ રમી હતી જેમાં 22 મેચ જીત્યા હતા તો નવ મેચ હાર્યુ છે. જ્યારે એક મેચ ટાઈ રહી હતી. વેસ્ટઈન્ડીઝે 25 ટી-20 મેચ રમ્યા હતા જેમાં 9 મેચ જીત્યા હતા. 14 મેચ હાર્યુ હતુ. 2 મેચમાં ટાઈ રહી હતી.
3
લખનઉ: ટેસ્ટ અને વન-ડે ક્રિકેટમાં પોતાનો દબદબો જાળવી રાખ્યા બાદ ટીમ ઈન્ડિયા આજે વેસ્ટ ઈન્ડીઝ સામે સિરીઝની બીજી ટી-20 મેચમાં ટકરાશે ત્યારે તેની નજર શ્રેણી જીતવા પર રહેશે. ભારતે પ્રથમ મેચ પાંચ વિકેટે જીતી હતી. રવિવારે ભારતીય ટીમે પ્રથમ ટી-20 મેચમાં પરાજય આપી વેસ્ટ ઈન્ડીઝ સામે છેલ્લી પાંચ મેચમાં પ્રથમ વિજય મેળવ્યો હતો.