ટીમ ઈન્ડિયા-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજે બીજી T20, કેટલા વાગે ને કઈ ચેનલ પર થશે લાઈવ ટેલિકાસ્ટ? જાણો વિગત
ટીમને ઓલરાઉન્ડર આન્દ્રે રસેલની કમી વર્તાઈ રહી છે જે ઈજાને કારણે સિરીઝમાંથી બહાર છે. કેપ્ટન કાર્લોસ બ્રાથવેટે બોલિંગમાં સારો દેખાવ કર્યો હતો પરંતુ તે બેટિંગમાં નિષ્ફળ ગયો હતો. યુવા બોલર ઓશેન થોમસે ભારતીય ઓપનરોને મુશ્કેલીમાં નાખ્યા હતા અને તેને ટીમના અન્ય બોલરોના સહયોગની જરૂરત છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીજી તરફ ટેસ્ટ અને વન-ડે સિરીઝમાં પરાજય મેળવનાર વેસ્ટ ઈન્ડીઝ ટી-20 ફોર્મેટમાં વર્લ્ડ ચેમ્પિયન છે જેમાં તે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા તત્પર રહેશે. પ્રથમ મેચમાં તેના બેટ્સમેનો ફેલ ગયા હતા અને તેઓ ઈડન ગાર્ડન્સ પર કરેલી ભૂલોને સુધારી અહીં વાપસીનો પ્રયાસ કરશે.
જોકે, ભારત માટે પ્રથમ મેચ પણ આસાન રહી નહોતી. કોહલીની ગેરહાજરીમાં કેપ્ટનશિપ સંભાળી રહેલા રોહિત શર્મા પ્રથમ મેચમાં ફ્લોપ ગયો હતો તે બીજી મેચમાં પોતાનું પ્રદર્શન સુધારાવા ઊતરશે. રોહિત ઉપરાંત ઓપનર ધવન, લોકેશ રાહુલ, ઋષભ પંત અને મનીષ પાંડે પણ નિષ્ફળ રહ્યા હતા. તેમના પર પ્રદર્શન સુધારવાનું દબાણ રહેશે. બોલિંગમાં કુલદીપ યાદવ, કૃણાલ પંડ્યા અને ખલીલ એહમદે સારો દેખાવ કર્યો હતો પરંતુ ઉમેશ યાદવે નિરાશ કર્યાં હતાં.
વેસ્ટ ઈન્ડીઝ માટે અત્યાર સુધી ભારતનો પ્રવાસ સારો રહ્યો નથી. તેવામાં બીજી મેચમાં પણ ભારતીય ટીમ જીતની પ્રબળ દાવેદાર તરીકે ગણવામાં આવી રહી છે. ભારતે રવિવારે મેળવેલી જીત પહેલાં વેસ્ટ ઈન્ડીઝ સામે છેલ્લે 23 માર્ચ 2014માં બાંગ્લાદેશમાં યોજાયેલા ટી-20 વર્લ્ડ કપ દરમિયાન મેળવી હતી. ઈડન ગાર્ડન્સમાં પાંચ વિકેટે જીત બાદ ભારતે વેસ્ટ ઈન્ડીઝ સામે જીત-હારનો રેકોર્ડ 5-3 કરી દીધો છે.
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની ત્રણેય ટી-20 મેચનું સાંજે 7 કલાકે લાઈવ પ્રસારણ થશે. આ ત્રણએ ટી-20 મેચ તમે Star Sports 1, Star Sports 1 HD, Star Sports 1 Hindi, Star Sports 1 Hindi HD અને Star Sports Tamil પર જોઈ શકશો. આ ઉપરાંત ટી-20 મેચ હોટસ્ટાર પર પણ લોકો લાઈવ જોઈ શકશે.
લખનઉ: ટેસ્ટ અને વન-ડે ક્રિકેટમાં પોતાનો દબદબો જાળવી રાખ્યા બાદ ભારતીય ટીમ આજે વેસ્ટ ઈન્ડીઝ સામે સિરીઝની બીજી ટી-20 મેચમાં ટકરાશે ત્યારે તેની નજર શ્રેણી જીતવા પર રહેશે. ભારતે પ્રથમ મેચ પાંચ વિકેટે જીતી હતી. રવિવારે ભારતીય ટીમે પ્રથમ ટી-20 મેચમાં પરાજય આપી વેસ્ટ ઈન્ડીઝ સામે છેલ્લી પાંચ મેચમાં પ્રથમ વિજય મેળવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -