India vs Afghanistan (IND vs AFG) T20 World Cup Match - આજે આઇસીસી ટી20 વર્લ્ડકપમાં ભારતીય ટીમની ત્રીજી મેચ રમાવવાની છે, આજે ટીમ ઇન્ડિયાની ટક્કર અફઘાનિસ્તાન સામે થવાની છે, જોકે આ પહેલા એક મોટી મુશ્કેલી બેટિંગની સામે આવી છે. રિપોર્ટ છે કે, આજની મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કરવામા આવી છે, માની શકાય છે કે, સતત નિષ્ફળ જઇ રહેલા ટૉપ ઓર્ડરને ચેન્જ કરવામાં આવી શકે છે, રોહિત અને કેએલ રાહુલ છેલ્લા કેટલાક સમયથી ખાસ કરીને છેલ્લી ટી20 વર્લ્ડકપની મેચોમાં નિષ્ફળ જવાથી તેમને પડતા મુકાઇ શકે છે.
ઉલ્લેખનયી છે કે, ટી20 વર્લ્ડકપની શરૂઆતની બન્ને મેચોમાં વિરાટ કોહલીની આગેવાની વાળી ટીમ ઇન્ડિયાને જબરદસ્ત રીતે હારનો સામનો કરવો પડ્યો છે. આને ધ્યાનમાં રાખતા ટીમ મેનેજમેન્ટ હવે ટૉપ ઓર્ડરને ખાસ કરીને ઓપનિંગ જોડીને બદલી શકે છે. રિપોર્ટ મળી રહ્યાં છે કે સતત નિષ્ફળ જઇ રહેલા રોહિત શર્મા અને કેએલ રાહુલને આજની મેચમાંથી બહાર રાખીને યુવા ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવી છે, બીજા રિપોર્ટ પ્રમાણે કહી શકાય છે કે ઇશાન કિશન અને સૂર્યકુમાર યાદવને તેમની જગ્યાએ સ્થાન આપવામાં આવી શકે છે.
T20 World Cup 2021: NZ સામે હાર બાદ ટ્રેન્ડ થયું BAN IPL, મેંટર ધોની પર પણ ઉઠ્યા સવાલ
આપીએલ પર પ્રતિબંધ લગાવવાની ફેન્સની માંગ
ન્યુઝીલેન્ડ સામે હાર બાદ ભારતીય ફેંસ ઘણા નારાજ છે. હવે ટ્વિટર પર ઈન્ડિયન પ્રીમિયર લીગ પર પ્રતિબંધ મુકવાની માંગ થઈ રહી છે. લોકો #BanIPL નો ઉપયોગ કરી રહ્યા છે. ફેંસનું માનવું છે કે જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારત સારું પરફોર્મન્સ ન આપી શકે તો આટલી મોંઘી લીગ યોજવાનો શું ફાયદો.
સોશ્યલ મીડિયા પર આ ભૂંડી હાર સામે જોરદાર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે, અને લોકો આ હારને પચાવી શકતા નથી. ક્રિકેટ ચાહકો હવે માંગ કરી રહ્યાં છે કે, ટીમમાંથી કેપ્ટન વિરાટ કોહલી, કેએલ રાહુલ અને રોહિત શર્માને કાઢી મૂકવાની માંગ કરી રહ્યાં છે.
રવિવારે રાત્રે ન્યુઝીલેન્ડ સામેની હાર બાદ ટીમ ઈન્ડિયાની સ્વદેશ પરત ફરવાનું પણ લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર યુઝર્સ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પર નિશાન સાધી રહ્યા છે. યુઝર્સને હાથે વિરાટ કોહલીનું એક જૂનું ટ્વીટ હાથ આવ્યું છે, જેના કારણે કેપ્ટન કોહલી પર સખત નિશાન સાધવામાં આવી રહ્યું છે.
આ ટ્વીટ લગભગ 10 વર્ષ જૂની છે. 23 જાન્યુઆરી 2011ના રોજ કરાયેલા આ ટ્વીટમાં કોહલી લખી રહ્યો છે, 'હારથી દુઃખી, હવે ઘરે જઈ રહ્યો છું'