રોહિતે આ પહેલા મેચની પ્રથમ ઇનિંગમાં 65 રન બનાવ્યા હતા અને ભારતે પાંચ વિકેટ પર પોતાનો સ્કોર 179 સુધી પહોંચાડ્યો હતો. એટલે કે આ મેચમાં જીતના હીરો રોહિત શર્મા જ રહ્યા. આ મેચ બાદ રોહિત શર્માએ સુપર ઓવર વિશેત વાત કરતાં કહ્યું કે, ‘મેં ક્યારેય આપહેલા સુપર ઓવરમાં બેટિંગ કરી ન હતી. મને એ વાતનો જરાય અંદાજ ન હતો કે આવી સ્થિતિમાં કેવી રીતે બેટિંગ કરવી જોઈએ.’
રોહિત શર્માએ આગળ કહ્યું, ‘હું સમજી શકતો ન હતો કે શું પ્રથમ બોલથી જ અટેક કરવાનું શરૂ કરી દેવું કે થોડું રોકાઈ જવું. આ મેચમાં સુવર ઓવરમાં ભારતને જીત માટે બે બોલમાં 10 રનની જરૂરત હતી અને તેના વિશે રોહિતે કહ્યું કે, આ દબાણની સ્થિતિમાં હું બસ સ્થિર રહેવા માગતો હતો. મારો એ જ પ્રયત્ન હતો કે હું આ બે બોલ પર મારું બેસ્ટ પ્રદર્શન કરું.’