નવી દિલ્હીઃ યુરોપીયન સંસદમાં નાગરિકતા સંશોધન કાયદા પર રજૂ કરવામાં આવેલા સંયુક્ત પ્રસ્તાવ પર બુધવારે ચર્ચા થઇ શકે છે. વાસ્તવમાં યુરોપિયન સાંસદના સભ્યો દ્ધારા રજૂ પ્રસ્તાવને બુધવારે બ્રસલ્સમાં યોજાનારા પૂર્ણ સત્રની ચર્ચાના અંતિમ એજન્ડામાં સામેલ કરવામાં આવ્યો હતો. યુરોપિયન સંઘે સ્પષ્ટ કર્યું હતું કે, પ્રસ્તાવ કેટલાક સાંસદોના મત છે અન આ આખા ઇયૂનું વલણને જાહેર નથી કરતો.


પ્રસ્તાવમાં સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર ઉચ્ચાયુક્તના  નિવેદનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં સીએએના કાયદાને પાયાના રૂપ સાથે ભેદભાવની પ્રકૃતિવાળો ગણાવ્યો હતો. પ્રસ્તાવ અનુસાર, ભૂટાન, બર્મા, નેપાળ અને શ્રીલંકાની સરહદ ભારત સાથે જોડાયેલી છે છતાં પણ સીએએના દાયરામાં શ્રીલંકાના તમિલોને સામેલ કરવામાં આવ્યા નથી જે ભારતમાં સૌથી મોટા શરણાર્થી સમૂહ છે અને 30 વર્ષથી વધુ સમયથી અહી રહે છે. પ્રસ્તાવમાં એનઆરસીનો ઉલ્લેખ કરતા દાવો કરવામાં આવ્યો છે કે તેમાં હિંદુઓ અને અન્ય બિન મુસ્લિમોની રક્ષા કરવામાં આવી છે જ્યારે મુસ્લિમોની નાગરિકતા છીનવવામાં આવી રહી છે.

ભારતે ઇયૂના પ્રસ્તાવને લઇને કહ્યુ હતું કે, નાગરિકતા સંશોધન કાયદો ભારતનો આંતરિક મામલો છે અને તેનો ઉદ્દેશ્ય પાડોશી દેશોમાં ઉત્પીડનનો શિકાર લઘુમતીઓને સંરક્ષણ આપવાનો છે.