કટક: ભારતીય બેટ્સમેન રોહિત શર્મા દુનિયાનો માત્ર એક એવો ક્રિકેટર છે જેણે વન ડેમાં 150 કરતા વધારે રનનો સ્કોર સૌથી વધુ વખત બનાવ્યો છે. ભારતીય બેટ્સમેન રોહિત શર્માના નામે ઘણા રેકોર્ડ છે. આજે રોહિતે શર્માએ વધુ એક રેકોર્ડ પોતાના નામ પર કર્યો છે.
રોહિત શર્માએ આજની મેચમાં 9 રન બનાવતાની સાથે જ શ્રીલંકાના કેપ્ટન સનથ જયસુર્યાનો રેકોર્ડ તોડ્યો છે. ક્રિકેટના તમામ ફોર્મેટમાં ઓપનર તરીકે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ હવે રોહિત શર્માના નામે છે. આ રેકોર્ડ પહેલા શ્રીલંકાના જયસુર્યાના નામે હતો. જયસુર્યાનો ઓપનર તરીકે 2387 રનનો રેકોર્ડ છે જે તેણે 1997માં બનાવ્યા હતા. રોહિત શર્માએ આજે 9 રન બનાવતા જ જયસુર્યાનો રેકોર્ડ તોડ્યો છે.
રોહિત-રાહુલની સદીના મદદથી ભારતે બીજી મેચમાં જીત મેળવી હતી. આજે બારત મેચ જીતશે તો સીરીઝ પોતાના નામે કરી લેશે.