રોહિત પત્ની ઋતિકા નહીં પણ આ ખાસ પ્રાણીને સમર્પિત કરી પોતાની સેન્ચુરી, જાણો કેમ
આ નર ગેંડો બે જીવીત માદા ગેંડાઓની મદદથી વિલુપ્ત થઈ રહેલી આ પ્રજાતિને બચાવવાના એક મહત્વકાંક્ષી પ્રયાસનો એક ભાગ હતો. સુડાન ખૂબ જ લોકપ્રિય હતો અને તેને જોવા માટે હજારોની સંખ્યામાં લોકો આવતા હતા. તેની સુરક્ષામાં ઘણા ગાર્ડ્સ પણ તેનાત કરવામાં આવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુડાન દુનિયાનો છેલ્લો નર ગેંડો હતો, જે 45 વર્ષની ઉંમરે આ જ વર્ષે માર્ચમાં મૃત્યુ પામ્યો હતો. જણાવામાં આવે છે કે, ઉંમર સંબંધિત બીમારીને કારણે સુડાનની માંશપેશીઓ અને હાડકાં નબળાં પડી ગયા હતા. એટલું જ નહીં તેની ત્વચા પર ઘણા ઘા પણ પડ્યાં હતા.
રોહિતે લખ્યું કે, ‘મારા દ્વારા રમવામાં આવેલી ઈનિંગ મારા દોસ્ત સુડાનને સમર્પિત છે. આપણે બધા મળીને આ દુનિયાને રહેવા માટે વધુ સારી બનાવી શકીએ તો સારું.’ રોહિતની આ ટ્વીટ લોકો ખૂબ પસંદ કરી રહ્યાં છે અને થોડા જ સમયમાં હજારો લોકો તેને લાઈક તથા શેર કરી ચૂક્યાં છે.
નવી દિલ્હીઃ રોહિત શર્માની ધમાકેદાર સેન્ચુરીના જોરે ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવીને 3 મેચની ટી20 સીરીઝ 2-1થી જીતી લીધી હતી. આ મેચમાં ટીમ ઇન્ડિયાના ઓપર બેટ્સમેન રોહિત શર્માએ અણનમ 56 બોલમાં 11 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 100 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ પોતાની આ યાદગાર સેન્ચુરીને પોતાના સૌથી ખાસ મિત્ર ‘સુડાન’ને સમર્પિત કરી હતી. ‘સુડાન’ ગેંડાનું નામ છે જે હવે આ દુનિયામાં નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -