નવી દિલ્હીઃ આઇસીસીએ વર્લ્ડકપ 2019ની ટીમ ઓફ ટુનામેન્ટ જાહેર કરી છે જેમાં દુનિયાના નંબર-1 બેટ્સમેન વિરાટ કોહલીને સ્થાન આપવામાં આવ્યું નથી. રવિવારે ન્યૂઝીલેન્ડને હરાવીને પ્રથમવાર વર્લ્ડ ચેમ્પિયન બનેલી  ઇગ્લેન્ડની ટીમના ચાર ખેલાડીઓને ટીમ ઓફ ટુનામેન્ટમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ ટીમમા ભારતના ઓપનર રોહિત શર્મા અને ઝડપી બોલર જસપ્રીત બુમરાહને સામેલ કરવામાં આવ્યા છે.


વર્લ્ડકપ 2019ના રનર્સ અપ રહેલી ન્યૂઝીલેન્ડની ટીમના ત્રણ ખેલાડી છે. જેમાં કેન વિલિયમ્સન, લોકી ફર્ગ્યુસન અને ટ્રેટ બોલ્ટ સામેલ છે. ટ્રેટ બોલ્ટને 12મા ખેલાડી તરીકે સમાવેશ કરો છે. તે સિવાય બાંગ્લાદેશના શાકિબ અલ હસન અને ઓસ્ટ્રેલિયાના મિશેલ સ્ટાર્ક અને વિકેટરીપર એલેક્સ કેરીને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.

ટીમ ઇન્ડિયાના કેપ્ટન કોહલીને આઇસીસીની ટીમ ઓફ ટુનામેન્ટમાં સ્થાન મળ્યું નથી જ્યારે તે આઇસીસી વર્લ્ડ રેન્કિંગમાં 891 પોઇન્ટ્સ સાથે વન-ડેમાં નંબર વન બેટ્સમેન છે. ત્યારબાદ ભારતના રોહિત શર્મા 885 પોઇન્ટ્સ સાથે બીજા  સ્થાન પર છે.