GPSCના ક્લાસ-1 અને 2ની કેટલી જગ્યા માટે યોજાશે પરીક્ષા, જાણો અરજી કરવાની કઈ છે અંતિમ તારીખ
abpasmita.in | 15 Jul 2019 04:25 PM (IST)
ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ છે. કોઈ પણ વિદ્યાશાખાના સ્નાતક આ પરીક્ષા આપી શકે છે.
NEXT PREV
અમદાવાદઃ ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી)ની ક્લાસ 1 અને ક્લાસ 2ની કુલ 1774 જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ છે. કોઈ પણ વિદ્યાશાખાના સ્નાતક આ પરીક્ષા આપી શકે છે. ક્લાસ-1 અને 2ની 97 જગ્યા માટેની પ્રિલિમનરી એક્ઝામ 13 ઓક્ટોબરે અને મેઇન એક્ઝામ 23 ફેબ્રુઆરી, 8 અને 15 માર્ચે યોજાશે. પ્રિલિમ એક્ઝામનું પરિણામ ડિસેમ્બરમાં જાહેર કરાશે. જ્યારે મુખ્ય પરીક્ષાનું પરિણામ જૂન, 2020માં જાહેર થશે. આવતા વર્ષે જૂન, જુલાઈમાં ઇન્ટરવ્યૂ અને અંતિમ પરિણામ 15 જુલાઈ પહેલાં જાહેર કરાશે. જે વિદ્યાર્થીઓ તેમના અભ્યાસનાં છેલ્લા વર્ષ કે સેમેસ્ટરમાં છે અને જેમનું પરિણામ મુખ્ય પરીક્ષાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પહેલા જાહેર થઈ જશે તેઓ આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. આ ઉપરાંત રહસ્ય સચિવ (ગુજરાતી સ્ટેનો, ગ્રેડ-1) ક્લાસ-2ની 23, રહસ્ય સચિવ (અંગ્રેજી સ્ટેનો, ગ્રેડ-1) ક્લાસ-2ની 20, મેડિકલ ઓફિસર્સની 1619, બાળલગ્ન પ્રતિબંધક સહજિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, ક્લાસ-2ની 4, બાળવિકાસ યોજના અધિકારી (મહિલા), ક્લાસ-2ની 2, સરકારી હોમિયોપથી કોલેજના પ્રિન્સિપાલ/સુપરિન્ટેન્ડેન્ટ, ક્લાસ-1, પ્રોફેસર (હોમિયોપેથી) પ્રેક્ટિસ ઓફ મેડિસિન અને રેપર્ટરીની 1-1 જગ્યાઓ તથા લેક્ચરર સિલેક્શન સ્કેલ (પ્રોફેસર), અગદતંત્ર અને વિધિવૈદ્યયક, ક્લાસ-1, વ્યવસ્થાપક, ક્લાસ-1 (સરકારી મુદ્રણ-લેખન સામગ્રી)ની 1-1 જગ્યાઓની પરીક્ષાઓ યોજાશે. ઈંગ્લેન્ડના કયા કયા ક્રિકેટરોની પત્નીએ જીત બાદ મેદાન પર જ કરી દીધી કિસ, જુઓ તસવીરો