નવી દિલ્હીઃ પહેલા આઇપીએલ, પછી ટી20માં કેપ્ટનશીપ છોડ્યા બાદ વિરાટ કોહલીના માથેથી વધુ એક મોટી જવાબદારી છીનવાઇ શકે છે. રિપોર્ટ પ્રમાણે, બીસીસીઆઇ હવે વિરાટને કેપ્ટનશીપમાંથી આરામ આપવાના મૂડમાં દેખાઇ રહ્યુ છે, અને આગામી સાઉથ આફ્રિકા સામેની વનડે સીરીઝમાં રોહિત શર્માને કેપ્ટન કેપ પહેરાવવામાં આવી શકે છે. 


મીડિયા રિપોર્ટના આધારે BCCIના સૂત્રોએ માહિતી આપી છે કે બોર્ડ કમિટી લિમિટેડ ઓવર ક્રિકેટમાં કોહલીને કેપ્ટનશિપની જવાબદારીથી મુક્ત કરવા માગે છે. BCCI ઇચ્છે છે કે વિરાટ સંપૂર્ણપણે બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરે અને પોતાના સ્વભાવ પ્રમાણે ગેમ રમે. ઉલ્લેખનીય છે કે હજુ આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ. આગામી 11 જાન્યુઆરી 2022થી સાઉથ આફ્રિકા વિરૂદ્ધ દ્વિપક્ષીય સીરીઝ શરૂ થઇ રહી છે. 


ટી20 વર્લ્ડકપ 2021માં ભારતીય ટીમ વિરાટ કોહલીની આગેવાનીમાં એકદમ ખરાબ પ્રદર્શન કરીને સળંગ બે મેચો હારી જતા લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. આવામાં મીડિયાના અહેવાલો પ્રમાણે BCCI લિમિટેડ ઓવર ક્રિકેટમાં એક જ કેપ્ટન સાથે મેદાનમાં ઉતરી શકે છે. જેથી T-20 બાદ રોહિત શર્માને વનડેની કેપ્ટનશિપ મળી શકે એવી સંભાવના છે. વનડે અને ટી20માં રોહિતનુ ફોર્મ પણ સારુ છે, જેને લઇને બીસીસીઆઇ રોહિતને કેપ્ટનશીપ આપી શકે છે. રોહિત શર્માની વાત કરીએ તો તે વ્હાઈટ બોલ ક્રિકેટનો સારો ખેલાડી અને ચાલાક કેપ્ટન છે.




ટી20માં હવે કોને કેપ્ટન બનાવવો તે અંગે કોહલીએ કરી ચોખવટ, જાણો શું કહ્યું
આ બધાની વચ્ચે કોહલીએ ટૉસ દરમિયાન સંકેત આપીને ખુલાસો કરી દીધો હતો કે, આગામી સમયમાં ટીમ ઇન્ડિયાનો ટી20 કેપ્ટન કોન હોવો જોઇએ. કોહલીએ આ દરમિયાન જ કહી દીધુ હતુ કે રોહિત શર્મા આગામી કેપ્ટન હશે. હાલમાં રોહિત શર્મા ભારતીય ટીમના ઉપકેપ્ટન છે, અને તેને કેપ્ટનશીપનો ખાસ્સો એવો અનુભવ છે. રોહિતના નેતૃત્વમાં મુંબઇ ઇન્ડિયન્સે પાંચ વાર આઇપીએલ પર કબજો જમાવ્યો છે. 


નામિબિયા સામેની મેચ દરમિયાન વિરાટ કોહલીએ કહ્યું કે, ભારતીય ટીમની કેપ્ટનશીપ કરવી તેના માટે ગર્વની વાત છે, મને જે જવાબદારી સોંપવામાં આવી, મે તેને પુરી કરવાનુ કામ કર્યુ અને આ મારા માટે ગર્વની વાત રહી. હવે સમય છે કે હું આગળ માટે જગ્યા બનાવુ. ટીમ ઇન્ડિયાએ જે રીતે કામ કર્યુ છે તે તેના પર ગર્વ કરે છે. 


કોહલીએ કહ્યું કે, હવે સમય છે કે આવનારા ગૃપની જવાબદારી છે કે ટીમને આગળ લઇ જાય. રોહિત શર્મા પણ અહીં છે, તે કેટલાક સમયથી તમામ વસ્તુઓને જોઇ રહ્યો છે. સાથે ટીમમાં કેટલાય લીડર્સ છે, આવામાં આગળનો સમય ભારતીય ક્રિકેટ માટે સારો છે.