આ સ્ટાર બેટ્સમેનની પત્નિ આ અઠવાડિયે આપશે પહેલા સંતાનને જન્મ, બેટ્સમેનને પાછો ભારત મોકલી દેવાશે
ઉલ્લેખનીય છે કે, એડિલેડ ટેસ્ટમાં રોહિતને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામા આવ્યો હતો, પણ નિષ્ફળ રહ્યો હતો. રોહિતે પહેલી ઇનિંગમાં 37 અને બીજી ઇનિંગમાં 1 રન કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરોહિત શર્મા પોતાના બાળકના જન્મ સમયે પોતાની પત્નીની સાથે રહેવા ઇચ્છે છે. જોકે, ટીમ મેનેજમેન્ટે પોતાની તરફથી રોહિતના ભારત પરત ફરવા અંગેની કોઇ સ્પષ્ટતા નથી કરી, પણ સુત્રો અનુસાર રોહિતનું ભારત પરત ફરવાનું નક્કી છે.
સુત્રો અનુસાર રોહિતની પત્ની રીતિકા સજદેહ પ્રેગનન્ટ છે અને તેનો ડિલીવરીનો સમય નજીક આવી ગયો છે. રોહિત શર્માએ આ આનંદના સમાચારનું એક ટ્વીટ પર કર્યુ હતું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પહેલી એડિલેડ ટેસ્ટમાં ઇજાગ્રસ્ત રોહિતને બીજી ટેસ્ટમાં આરામ આપવામાં આવ્યો હતો, માનવામાં આવી રહ્યું હતું કે ત્રીજી ટેસ્ટ રમશે, પણ હવે રોહિત શર્મા સીરીઝ અધવચ્ચેથી છોડીને ભારત પરત ફરવાનો છે.
નવી દિલ્હીઃ ભારતીય ટીમ હાલમાં ઓપનર્સ અને સ્પીનરોને રમવાની તકલીફ સામે ઝઝૂમી રહી છે. પર્થમાં મળેલી હાર બાદ ટીમ ઇન્ડિયામાં કેટલાક ફેરફારોની અટકળો હતી, એક ગ્રુપ રોહિત શર્માને ત્રીજી ટેસ્ટમાં સામેલ કરવાના પક્ષમાં હતુ. જોકે, હવે ત્રીજી ટેસ્ટમાં રોહિત શર્મા નહીં રમી શકે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -