ઇંગ્લેન્ડમાં સૌથી વધારે સદી ચાર બેટ્સમેનોએ ફટકારી છે જેમાં શિખર ધવન, વિવિયન રિચર્ડસ, રોહિત શર્મા અને કેન વિલિયમ્સન છે. આ બધાએ ઇંગ્લેન્ડમાં 4-4 સદી ફટકારી છે. જો રોહિત વધુ એક સદી ફટકારશે તો ઇંગ્લેન્ડમાં સૌથી વધારે સદી ફટકારનાર વિદેશી બેટ્સમેન બની જશે.
ઇંગ્લેન્ડમાં રોહિત શર્માએ અત્યાર સુધી 19 મેચમાં 67.13ની એવરેજથી 1007 રન બનાવ્યા છે. ચાર સદી ફટકારનાર રોહિત શર્મા એવરેજના મામલે ફક્ત કેન વિલિયમ્સન કરતા પાછળ છે. વિલિયમ્સનની એવરેજ અહીં 79.20ની છે.