નવી દિલ્હી: ઑસ્ટ્રેલિયાઈ પ્રવાસ પર ટીમ ઈન્ડિયાને મોટી રાહત મળી છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનર રોહિત શર્માએ નેશનલ ક્રિકેટ એકેડમીમાં ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધી છે.રોહિત શર્મા હવે 12 ડિસેમ્બરે ઓસ્ટ્રેલિયા રવાના થશે.
રોહિત શર્મા છેલ્લા 20 દિવસથી નેશનલ ક્રિકેટ એકેડમીમાં પોતાની ફિટનેસ પર કામ કરી રહ્યા હતા. આ પહેલા 20 નવેમ્બરે રોહિત શર્મા એનસીએમાં ફિટનેસ ટેસ્ટમાંથી પસાર થયો હતો.
રિપોર્ટ અનુસાર, રોહિત આજે સવારે જ ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધી છે. જો કે, રોહિત શર્મા હજુ પણ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચારેય ટેસ્ટ મેચ નહીં રમી શકે.
ઓસ્ટ્રેલિયામાં કોરોના મહામારીના કારણે નિયમો કડક છે. એવામાં રોહિતને ઓસ્ટ્રેલિયા પહોંચ્યા બાદ 14 દિવસ સુધી ક્વોરંન્ટાઈનમાં રહેવું પડશે. આવી સ્થિતિમાં રોહિત શર્મા અંતિમ બે ટેસ્ટ જ રમી શકશે. ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ 9 જાન્યુઆરીથી રમાવાની છે. જો કે, રોહિત શર્મા ટીમ ઈન્ડિયા માટે કેટલી ટેસ્ટ રમશે તેના પર સ્થિતિ સ્પષ્ટ નથી.
છેલ્લા બે મહિનાથી રોહિત શર્માની ઈજા વિવાદનો વિષય બની ગઈ હતી. રોહિત શર્મા આઈપીએલમાં રમતી વખેત હેમસ્ટ્રીંગ ઈન્જરીનો શિકાર થયો હતો. જો કે, રોહિત શર્મા બાદમાં પ્લેઓફ મેચમાં રમતો નજર આવ્યો હતો. બીસીસીઆઈએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમમાં તેની પસંદગી નહોતી કરી અને વિવાદ વધતા ટેસ્ટ સીરિઝ માટે ટીમમાં સામેલ કર્યો હતો.
ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા બાદ પણ પ્રથમ બે ટેસ્ટ કેમ નહીં રમી શકે રોહિત શર્મા ? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Dec 2020 02:31 PM (IST)
છેલ્લા બે મહિનાથી રોહિત શર્માની ઈજા વિવાદનો વિષય બની ગઈ હતી. રોહિત શર્મા આઈપીએલમાં રમતી વખેત હેમસ્ટ્રીંગ ઈન્જરીનો શિકાર થયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -