નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં પ્રદુષણનુ સ્તર સતત વધી રહ્યું છે. પ્રદુષણને લઇને રાજકીય પક્ષો અને નેતાઓ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવી રહ્યાં છે. હવે આની અસર મેચ પર પણ દેખાઇ રહી છે, કેટલાક લોકો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી ટી20 મેચ રદ્દ કરવાની માંગ પર ઉતર્યા છે. ઉલ્લેખનીય છે કે રવિવારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટી20 મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાવવાની છે. પણ પ્રદુષણનુ સ્તર ખતરનાક સ્તરે પહોંચતા લોકો રવિવારની મેચ રદ્દ કરવાની માંગ કરી રહ્યાં છે. આ બધાની વચ્ચે હવે ટી20 કેપ્ટન રોહિત શર્માએ પોતાનુ નિવેદન આપ્યુ છે.
રોહિત શર્માએ પ્રથમ ટી20 અને પ્રદુષણ પર કહ્યું કે, હવામાનથી મને કોઇ પરેશાની નથી, હું જ હજુ માત્ર ફ્લાઇટમાં જ ઉતર્યો છું, મારી પાસે અહીંના હવામાનનુ મૂલ્યાંકન કરવાનો સમય ન હતો, પણ મને ખબર છે ત્યાં સુધી મેચ 3જી નવેમ્બરે રમાવવાની છે તે રમાશે.
રોહિતે વધુમાં કહ્યું કે, અમે અહીં શ્રીલંકા વિરુદ્ધ ટેસ્ટ મેચ રમી હતી ત્યારે અમને કોઇપણ સમસ્યા ન હતી નડી, મને પહેલા પણ કોઇ સમસ્યા ન હતી અને હાલ પણ નથી.