મેચ બાદ રોહિત શર્માએ ઈંગ્લેન્ડની ટીમની પ્રશંસા કરી અને ભારતીય ટીમ માટે શું જરુરી હતું તે પણ જણાવ્યું. રોહિતે કહ્યું કે, “હું પ્રયત્ન કરતો હતો કે વધારે ઓવર સુધી ટકી રહું અને ટીમ ટાર્ગેટની નજીક પહોંચતી રહે.”
રોહિતે જણાવ્યું કે, “આવો સ્કોર હોય ત્યારે એક X ફેક્ટરની જરૂર હોય છે, જે 30-40 બોલમાં 70 જેવા રન કરી શકે, હાર્દિક સારું રમી રહ્યો હતો, પણ તે પોતાની રમત ચાલું રાખી શક્યો નહીં.” અહીં રોહિતે સંકેત આપ્યો છે કે હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાનો નવો ફિનિશર બની શકે છે.
પાછલી ઘણી મેચોથી ધોનીની ફિનિશર તરીકેની ભૂમિકામાં બદલાવ આવ્યો છે, અને ટીમે હવે નવા ફિનિશરને તૈયાર કરવાની જરૂર છે. જેમાં હાલ હાર્દિક પંડ્યા એકદમ ફીટ બેસે છે.