રાજકોટમાં રોહિત શર્માએ ટી20માં બનાવ્યો અનોખો રેકોર્ડ, જાણો
abpasmita.in | 07 Nov 2019 10:26 PM (IST)
રોહિત શર્માએ 100 મેચની 92 ઈનિંગમાં 2537 રન બનાવ્યા છે. જેમાં 4 સદી અને 18 અડધી સદી સામેલ છે.
રાજકોટ: ટીમ ઈન્ડિયાના બેટ્સમેન રોહિત શર્માએ ગુરૂવારે બાંગ્લાદેશ સામે બીજી ટી20 મેચમાં મેદાનમાં ઉતરતાની સાથે જ 100 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમનારા પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે. વિશ્વ ક્રિકેટમાં આ ઉપલબ્ધિ પોતાના નામે કરનાર બીજો ક્રિકેટર બની ગયો છે. પાકિસ્તાનના શોએબ મલિક (111 ટી20 મેચ) એકમાત્ર ખેલાડી છે જેણે વિશ્વ ક્રિકેટમાં 100 ટી20 આંતરરાષ્ટ્રીય કરતા વધારે મેચ રમી હોય. ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજ પણ 100 ટી20 મેચ રમી ચૂકી છે. રોહિત શર્માએ 100 મેચની 92 ઈનિંગમાં 2537 રન બનાવ્યા છે. જેમાં 4 સદી અને 18 અડધી સદી સામેલ છે.