આ છે દુનિયાનો સૌથી લાંબો ક્રિકેટર, ઊંચાઈ જાણીને ચોંકી જશો
abpasmita.in | 07 Nov 2019 08:00 PM (IST)
હાલમાં પાકિસ્તાનનો મોહમ્મદ ઇરફાન ઇન્ટરનેશનલ ક્રિકેટ રમનારો સૌથી લાંબા કદનો ખેલાડી છે. 37 વર્ષીય ઇરફાનની ઊંચાઈ 7' 1 ફૂટ છે.
નવી દિલ્હી: દુનિયાભરમાં અલગ અલગ રમતમાં અનેક લાંબા ખેલાડીઓ જોવા મળે છે, પરંતુ ક્રિકેટના મેદાનમાં લાંબી ઊંચાઈવાળા ખેલાડીઓ ખૂબજ ઓછા જોવા મળે છે. હાલમાં પાકિસ્તાનનો મોહમ્મદ ઇરફાન ઇન્ટરનેશનલ ક્રિકેટ રમનારો સૌથી લાંબા કદનો ખેલાડી છે. 37 વર્ષીય ઇરફાનની ઊંચાઈ 7' 1 ફૂટ છે. ત્યારે હવે પાકિસ્તાનની ક્રિકેટમાં ઇરફાન કરતા પણ લાંબો ખેલાડી સામેલ થઈ ચુક્યો છે. મોહમ્મદ મુદસ્સર નામના આ બોલર પાકિસ્તાન સુપર લીગની એક ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. 21 વર્ષીય મોહમ્મદ સ્પિનર છે જેને લાહોર કલંદર્સે પાકિસ્તાન સુપર લીગ માટે પોતાની ટીમમાં સિલેક્ટ કર્યો છે. મુદસ્સરની લંબાઈની વાત કરીએ તો તેની લંબાઈ 7'5 ફૂટ છે જે ઇરફાન કરતા ચાર ઇંચ વધારે છે. ઉલ્લેખનીય છે કે મોહમ્મદ ઇરફઆન એક ફાસ્ટ બોલર છે જ્યારે મુદસ્સર એક સ્પિન બોલર છે.