અમેરિકામાં આ સન્માન મેળવનાર વિશ્વના પ્રથમ ક્રિકેટર હશે આ ભારતીય
ઉલ્લેખનીય છે કે, રોહિત વિશ્વ ક્રિકેટનો એકમાત્ર એવો બેટ્સમેન છે જેના નામે વન-ડેમાં ત્રણ બેવડી સેન્ચુરી છે. તે IPLમાં મુંબઈને ત્રણ વાર ચેમ્પિયન બનાવી ચૂક્યો છે. જોકે, આ વખતે તે પોતાની ટીમને પ્લેઑફ સુધી પહોંચાડી શક્યો નહોતો.
ફૂટબોલ દુનિયાની સૌથી લોકપ્રિય રમત છે અને રોહિત પણ તેની દિવાનગીથી બચી શક્યો નથી. તેને ફેવરેટ સ્પેન છે અને તેણે ટીમની જર્સી સાથે પોતાના ઈન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરી છે.
રોહિત અહીં ક્રિકેટ સંબંધિત પ્રોગ્રામ્સમાં ભાગ લેશે અને ક્રિકેટ ફેન્સ સાથે મુલાકાત કરશે. જણાવી દઈએ કે, આ રીતે અમેરિકામાં ક્રિકેટને લોકપ્રિય બનાવવાના પ્રયાસ થઈ રહ્યાં છે. રોહિતની સાથે તેની પત્ની રિતિકા પણ અમેરિકામાં છે. આ દરમિયાન રોહિતે ફેસબુકની હેડ ઑફિસની પણ મુલાકાત લીધી.
જણાવી દઈએ કે, અમેરિકાણાં આ લાગની શરૂઆત હંમેશા કોઈ હસ્તી દ્વારા જ કરાવવાનો ઈતિહાસ છે. આ કારણે રોહિત શર્માને આ તક આપવામાં આવી છે.
મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર રોહિત શર્મા અમેરિકામાં બેસબોલ ક્લબ સિએટલ મેરિનિર્સ માટે ફર્સ્ટ પિચ કરીને લીગની ઔપચારિક શરૂઆત કરાવી. આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ ટીમના કેપ્ટન રોહિત શર્મા પ્રથમ એવા ક્રિકેટર હશે જે અમેરિકાની સ્પોર્ટ્સ લીગમાં આ સન્માન મેળવશે. લીગનું ઉદ્ઘાટન રવિવાર 3 જૂને કરવામાં આવ્યું. રોહિત શર્મા હાલમાં પત્ની રીતિકાની સાથે અમેરિકાના ત્રણ શહેર સેન ફ્રાન્સિસ્કો/બે એરિયા, સિએટલ અને લોસ એન્જલસના પ્રવાસ પર છે.